Charchapatra

હૃદયમાં પેસમેકર છતાં એવરેસ્ટ સર કર્યુ કુ. સુજાને અભિનંદન…

આપણી ગુજરાતી કહેવત છે કે ‘‘મન હોય તો માળવે જવાય’’ તેને સંઘપ્રદેશ-દાદરાનગર હવેલી – સેલવાસની 38 વર્ષીય શિક્ષિકા કુ. સુજાને સીક સીનસ સિન્ડ્રમની ગંભીર બિમારી – હૃદયમાં પેસ મેકર મૂકેલું છે છતાં તેણીએ ત્રણ દિવસ સુધી ધીમી ગતિએ ટ્રેકીંગ કરી કેમ્પ ચઢાણના વચ્ચે આવતા ગામડામાં રાત્રિ રોકાણ કરી  બજાર પહોંચી ગોરકશોપથી એવરેસ્ટ બેસ કેમ્પ પહોંચી દુનિયાની સૌ પ્રથમ મહિલાનો યશ મેળવ્યો છે. એ આપણ સૌ માટે પણ ગૌરવની અભિનંદનની વાત છે. હમણાં થોડા સમયથી આપણા ભારત દેશના સર્વોચ્ચ મહાનુભાવો – ઉચ્ચ પદાધિકારીઓએ રમત ગમત સાહસ ભાવના ખીલે તે માટે મોટી રકમના ભંડોળનું આયોજન કર્યું છે.

ગુજરાતમાં વર્ષો પહેલાં શ્રી પુરાણી બંધુઓ (રાજપીપળા) પ.પૂ. રંગ અવધૂત બાપજી (નારેશ્વર) સૂર્યપુત્રી તાપી તટે આવેલ, પવિત્ર, દૈવી આંદોલનો સભર હરિઓમ આશ્રમવાળા – પ.પૂ. મોટાએ પણ યુવાનોમાં સાહસની ભાવના ખીલે તે માટે લોકો પાસેથી જ દાન મેળવી વૈજ્ઞાનિક અભિગમ કેળવવા શ્રેષ્ઠ અનન્ય પ્રયત્નો કર્યા હતા. ભારત-ગુજરાત સરકાર પણ રમતનાં મેદાનો માટે સારું એવું ભંડોળ ફાળવે ને શાળા હાઈસ્કૂલોની મંજૂરી આપતાં પહેલાં એમાં રમતગમતનું મેદાન છે કે નહીં તે જોઈ હોય તો જ મંજૂરી આપે. પુન:દુનિયાની પહેલવહેલી બની રહેલી દીકરી સુજાનને એના આ ભવ્ય પુરુષાર્થ સાહસ માટે અભિનંદન.
તાડવાડી – રમીલા બળદેવભાઈ પરમાર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top