National

પુલવામામાં ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન સુરક્ષા દળો પર આતંકી હુમલો, ASI શહીદ

નવી દિલ્હી: રવિવારે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ પોલીસ અને CRPFની સંયુક્ત નાકા ટીમ પર હુમલો (Attack) કર્યો હતો. હુમલામાં એક ASI ઘાયલ થયા હતા. તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેઓને બચાવી શકાયો નહતા. આ હુમલો સર્ક્યુલર રોડ બથુરા ક્રોસિંગ પાસે નાકા પોઈન્ટ પર થયો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને સુરક્ષા દળોની અન્ય ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમોએ આસપાસના વિસ્તારને કોર્ડન કરી લીધો છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.

આતંકી હુમલા બાદ સુરક્ષાદળોએ મોરચો સંભાળી લીધો છે અને આતંકીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ અને CRPFની સંયુક્ત ટીમ રવિવારે બપોરે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ગોંગુ ક્રોસિંગ પાસેના સર્કુલર રોડ પર ચેકિંગમાં રોકાયેલી હતી. આ દરમિયાન આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં CRPFના ASI શહીદ થયા હતા.

જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આતંકવાદીઓએ ક્રોસિંગ નજીક સ્થિત સફરજનના બગીચામાંથી ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન CRPFના ASI વિનોદ કુમાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. જણાવવામાં આવ્યું હતું કે ઘાયલ વિનોદ કુમારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે હુમલાખોરોને પકડવા માટે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.

Most Popular

To Top