SURAT

પાર્સલમાંથી કિંમતી માલ સમાન ચોરી કરરનાર વોન્ટેડની અટકાયત

સુરત : ક્રાઈમ બ્રાંચની (DCB) ટીમે પોણા ત્રણ વર્ષથી કુરીયર કંપનીના (Courier Company) પાર્સલ સગેવગે કરવાના ગુનામાં વોન્ટેડ (wanted) આરોપીને મહારાષ્ટ્રના ડિંડોરી ખાતેથી ઝડપી પાડ્યો હતો.ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે યોગી ચોક, ડિવાઇન સર્કલ પાસે નાના વરાછા તરફ જતા રોડ પરથી નિતીન ઉર્ફે નિતિયો પુંડીલીક મોરે તથા અનિલ મનસુખભાઇ વસાણી ની ધરપકડ કરી હતી. બંને આરોપીઓએ અગાઉ ડેલ્હીવેરી કુરીયર કંપનીમાં પાર્સલ ડીલીવરી કરવાનું કામ કરતા હતા. ત્યારે વર્ષ 2019 માં અગાઉ પકડાયેલા આરોપી દિપક ગીરાસે સાથે મળી કુરીયર કંપનીમાં આવતા ઘડીયાળના પાર્સલ સગેવગે કરતા હતા.

બાઈકની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી
અને અનિલ વસાણીને બારોબાર વેંચી દેતા હતા. જે બાબતે પૂણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતાં નિતીન ઉર્ફે નિતિયો મોરે પોતાની ધરપક્ડ ટાળવા નાસતો ફરતો હતો. જે દરમ્યાન આજથી નિતીન ઉર્ફે નિતિયો મોરેએ નાસિકના ડિંડોરી ખાતેથી એક એચએફ ડીલક્સ મોટર સાયકલ ચોરી કરી સુરત આવી ગયો હતો. સુરતમાં આવતા જ ક્રાઈમ બ્રાંચે તેને ચોરીની બાઈક સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીએ નાસિકમાં આ સિવાય બીજી ચાર બાઈકની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

ચાર વર્ષથી વોન્ટેડ વેટ ચોરી કરનાર અંતે ઝડપાયો
સુરત : રાંદેરમાં ચાર વર્ષ પહેલા ખોટા ડોક્યુમેન્ટના આધારે કેમિકલનો ધંધો શરૂ કરી વેટ ચોરી કરનાર આરોપીને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો.ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે પાલ ગૌરવપથ ભારતી રેસીડન્સી નજીકથી આરોપી પંકજભાઈ ઉર્ફે પ્રકાશભાઈ ધનસુખલાલ જરીવાલા ને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે રાંદેર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2018 માં લાખો રૂપિયાની વેટ ચોરી બાબતે ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં આરોપી પોલીસની નાસતો ફરતો હતો. આરોપીએ પોતાનું ખોટુ નામ પ્રકાશભાઈ ધનસુખભાઈ જરીવાલાના નામથી એન.પી.એન્ટરપ્રાઈઝના નામે ટીન નંબર મેળવવા અરજી કરી નોંધણી નંબર મેળવ્યા હતા.

Most Popular

To Top