Dakshin Gujarat

યોગી ચોક પાસે રાત્રે આપ અને ભાજપના કાર્યકરોનો સામસામે પથ્થરમારો

સુરત- સરથાણામાં (Sarthana) યોગીચોક (Yogi Chowk) પાસે આવેલ કિરણ ચોકમાં આયોજીત આપની (Aap) જનસભામાં બબાલ થઈ હતી. તેમાં બે પક્ષો વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો. તેમાં ભાજપના (Bjp) એક કાર્યકરને (Worker) ઇજા (Injury) થઈ હતી.ઘટના સ્થળના સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે કિરણ ચોકમાં આપના ઉમેદવાર રામભાઈ ધડુકની જનસભા હતી. તેમાં ખાસી ભીડ હતી. કાર્યક્રમ પુરો થવાની તૈયારી હતી તેજ સમયે ત્યાં આશિષ નામનો યુવક આવ્યો હતો. તેને આપના કાર્યકર્મમાં ઝગડો શરૂ કર્યો હતો. ત્યાં તેને કાર્યક્રમ બંધ કરાવવા ધમપછાળા કર્યા હતા. આ દરમિયાન પોલીસ પણ ત્યાં આવી ગઈ હતી. આપના કાર્યકરોએ આશિષ સહિતનાઓને ત્યાંથી ભગાવી મૂક્યો હતો. ત્યાંથી નિકળ્યા બાદ આશિષ સહિતનાઓએ આપના કાર્યકરો પર પથ્થરમારો કર્યો હતો. આપના કાર્યકરોએ પણ સામે પથ્થરમારો કર્યો હતો. તેમાં એકાદને સામાન્ય ઇજા પણ થઈ હતી.

સામસામે પથ્થર મારાને લઇ તનાવનો માહોલ
કારના કાચ પણ ફુટી ગયા હતા. ત્યાં થોડા અંતરે ભાજપના ઉમેદવાર પ્રફુલ પાનશેરીયાનું ચૂંટણી કાર્યાલય છે. કેટલાક બદમાશોએ પ્રફુલ પાનશેરીયાની ઓફિસ પર પણ પથ્થરમારો કર્યો હતો. ત્યાર બાદ ભાજપના કાર્યકરો પણ સામે આવી ગયા હતા. આ બનાવથી વિસ્તારમાં વાતાવરણ તંગ થઈ ગયું હતું.વધારાની પોલીસ અને સીઆરપીએફને બોલાવવામાં આવી હતી. હજારોનું ટોળું રસ્તા ઉતરી આવ્યું હતું. આ બાબતે પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે તેઓએ રેલીમાં એવું કહ્યું કે યોગી ચોક વિસ્તારમાં અમાસાજીક તત્વોના ભારે આતંક છે. સ્મોકિંગ ઝોન બની ગયા છે.

કેટલાક અમાસાજીક તત્વોએ સભામાં બબાલ કરી
તેઓ ધારાસભ્ય બને એટલે આ બધી અસામાજીક પ્રવૃત્તી તેઓ બંધ કરાવી દેશે એટલે આ અમાસાજિક તત્વોએ જ પથ્થરમારો કરાવ્યો હોઈ શકે છે. ભાજપના કાર્યકરોએ કોઈના પર પથ્થર મારો કર્યો નથી.આપના કામરેજ વિધાનસભાના ઉમેદવાર રામભાઈ ધડુકે જણાવ્યું હતું કે અમે પોલીસ પરમિશન સાથે સભા કરી હતી. સમય થતા સભા પુર્ણ કરવાની તૈયારી હતી તેજ સમયે કેટલાક અમાસાજીક તત્વોએ સભામાં બબાલ કરી હતી. બબાવ કરનારા અસામાજીક તત્વો ભાજપના છે. ભાજપને કામરેજમાં હાર દેખાતી હોવાથી ભાજપ નેતાઓના ઇશારે બબાલ કરી હતી.

Most Popular

To Top