Business

કોમનવેલ્થમાં ભાગ લેવા બર્મિંઘમ ગયેલા શ્રીલંકાના 9 એથ્લેટ સહિતના 10 ગૂમ

બર્મિંઘમ: કોમનવેલ્થ ગેમ્સ 2022નું (Commonwealth Games 2022) સોમવારે રાત્રે સમાપન થયું હતું. ભારતીય સમય અનુસાર રાત્રે 12.30 વાગ્યેથી બર્મિંઘમના એલેકઝાન્ડર સ્ટેડિયમમાં શરૂ થયેલા સમાપન સમારોહ રંગારંગ કાર્યક્રમથી ભરપુર રહ્યો હતો. બ્રિટનની પ્રિન્સ એડવર્ડે 22મી ગેમ્સના સમાપનની જાહેરાત કરી હતી. આ મલ્ટિ સ્પોર્ટીંગ ઇવેન્ટમાં (Multi Sporting Event) 72 દેશના 5 હજારથી વધુ એથ્લેટ્સે (Athletes) ભાગ લીધો હતો. શ્રીલંકાના (SriLanka) પણ ઘણાં એથ્લેટ આ ગેમ્સમાં ભાગ લેવા આવ્યા હતા, જો કે તેમાંથી 9 એથ્લેટ અને એક મેનેજર સહિત કુલ 10 લોકો ગૂમ થયા છે. દેશના આર્થિક સંકટના કારણે આ તમામ સ્વદેશ પરત ફરવા માગતા નથી. તેમને શોધવા માટે સ્થાનિક પોલીસમાં (Police) ફરિયાદ (Complaint) કરવામાં આવી છે પણ હજુ સુધી તેમનો કોઇ પત્તો મળ્યો નથી.

  • શ્રીલંકાના આર્થિક સંકટને કારણે આ તમામ સ્વદેશ પરત ફરવા માગતા નથી
  • ગુમ થયેલ તમામને શોધવા સ્થાનિક પોલીસ કામે લાગી
  • શ્રીલંકન એથ્લેટ્સ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લે તેની સામે પણ જોખમ હતુ
  • 2014ની એશિયન ગેમ્સ દરમિયાન પણ બે શ્રીલંકન ખેલાડી ગૂમ થયા હતા

કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા માટે શ્રીલંકામાંથી 51 અધિકારીઓ સહિત કુલ 161 સભ્યોની ટુકડી બર્મિંઘમ આવી હતી. શ્રીલંકન એથ્લેટ્સ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લે તેની સામે પણ જોખમ હતુ, જો કે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન અને અહીંના ક્રિકેટ બોર્ડની મદદથી તેઓ બર્મિંઘમ પહોંચી શક્યા હતા. ગાયબ થયેલા 10 શ્રીલંકનને શોધવા માટે પોલીસ અધિકારીઓએ તમામના પાસપોર્ટ માગ્યા છે. પોલીસ આ તમામને શોધીને પહેલા તો એ સુનિશ્ચિત કરવા માગે છે કે તેઓ સુરક્ષિત છે કે નહીં. આવું કંઇ પહેલીવાર નથી બન્યું, આ પહેલા પણ ઓસ્લો રેસલિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન શ્રીલંકન દળનો મેનેજર ગુમ થયો હતો અને 2014ની એશિયન ગેમ્સ દરમિયાન પણ બે શ્રીલંકન ખેલાડી ગૂમ થયા હતા, જેમના બાબતે કોઇ માહિતી મળી નહોતી.

Most Popular

To Top