Comments

૫૦ વર્ષે ઇતિહાસની વક્રતા

The many worlds and wonders of Indian history

આ વર્ષે પૂર્વ પાકિસ્તાનના અવસાનની ૫૦મી સંવત્સરી છે. દેશાવટો ભોગવતા સ્વાતંત્રય સેનાનીઓએ ૧૯૭૧ ના એપ્રિલમાં ‘બાંગ્લાદેશની ‘કામચલાઉ સરકાર’ની જાહેરા કરી દીધી હતી પણ તા. છઠ્ઠી ડિસેમ્બરે ભારત સરકારે તેનાં અસ્તિત્વને માન્યતા આપી હતી. તા. ૧૬મી ડિસેમ્બરે લેફટેનંટ જનરલ એ.એ.કે. નિયાઝીની આગેવાની હેઠળનું આ પાકિસ્તાનનું સૈન્ય ભારતીય સૈન્યને શરણે આવી ગયું હતું. થોડા સપ્તાહ પછી શેખમુજીબુર રહેમાનને જેલમાંથી મુકત કરી નવાં રાષ્ટ્રની નેતાગીરી લેવા ઢાકા મોકલાયા હતા. ભારતમાં બાંગ્લાદેશના જન્મને વ્યાપક રીતે અને એકબીજામાં ભળી જતાં ત્રણ જુદાં જુદાં કારણોથી વધાવી લેવાયો હતો. એક વર્ગ એવો હતો જે ઇંદિરા ગાંધી પર ઓળધોળ હતો. ત્યારે ‘ભકત’ શબ્દ નહોતો શોધાયો. તેઓ ઇંદિરાની દૃષ્ટિ, હિંમત, મુત્સદ્દીગીરી અને કુનેહનું આ પરિણામ હોવાનું માનતો હતો. બીજો વર્ગ રાષ્ટ્રવાદી હતો જે પાકિસ્તાન પરના વિજયને ૧૯૬૨ માં  ચીનના હાથે થયેલા પરાજયને ધોઇ નાંખતો હોવાનું જોતા હતા.

આમ છતાં ત્રીજો એક વર્ગ એવો હતો કે જે ૧૯૭૧ ના લશ્કરી રીતે, વૈચારિક રીતે કે નૈતિક રીતે પણ ઝાઝો મૂલવતા નહતા. તેઓ માનતા હતા કે ૧૯૪૭ માં પાકિસ્તાનના સ્થાપક મોહમદ અલી જિન્નાએ આપેલા બે રાષ્ટ્રના સિધ્ધાંતનો ઇન્કાર એટલે બાંગ્લા દેશનો જન્મ. ભારત-પાકિસ્તાનના ભાગલા પછી બે રાષ્ટ્રનો સિધ્ધાંત અનિવાર્ય બની ગયો હતો અને ગાંધી નહેરુએ પોતાની રાજકીય અને વ્યકિતગત મૂડી દાવ પર લગાવી દીધી હતી કે સરહદ પર લઘુમતીઓનું કંઇપણ થાય, ભારતમાં રાજય અને શાસક પક્ષ ધાર્મિક લઘુમતીઓને પુરા નાગરિક હકકો આપશે. ભારત પ્રજાસત્તાકના નેતાઓ ઘડિયાળના કાંટા પાછા નહીં ફેરવી શકે તો ય એક જ રાષ્ટ્રની પ્રાદેશિક સરહદોમાં હિંદુઓ અને મુસલમાનો ભાગીદારીમાં નહીં વસી શકે એવા જિન્નાના દાવાને ભારપૂર્વક ફગાવી દેવામાં આવશે. ૧૯૭૧ ના વિજયને ઉજવનારાઓના આ ત્રીજા જૂથને આપણે બંધારણીય દેશ ભકતો કહીશું.

ગાંધી-નેહરુની પરંપરામાં કામ કરતા આ ભારતીયો માટે પાકિસ્તાન હાર્યું નથી પણ બહુમતીવાદ અને બિનસાંપ્રદાયિકતાનો વિજય થયો હતો. જિન્ના અને મુસ્લિમ લીગની આશાથી વિપરિત ઇસ્લામ ધર્મ પાકિસ્તાનની પૂર્વ અને પશ્ચિમી પાંખને બાંધવામાં નિષ્ફળ ગયો અને તે બંગાળી ઓળખ બાંગ્લા દેશના સ્થાપકોને ચાલક બળ આપ્યું તેણે ધર્મના આધારે ભેદભાવ નહીં થવા દીધા. ૧૯૪૭ થી પૂર્વ પાકિસ્તાનમાં હિંદુ લઘુમતી હેરાનગતિનો સામનો કરતી હતી અને ભારતમાં હિજરત દ્વારા તેમની વસ્તીમાં ઘટાડો થતો હતો. આમ છતાં ૧૯૭૧ માં હિંદુઓ હજી પૂર્વ પાકિસ્તાનની વસ્તીનો ૧૦% હિસ્સો ધરાવતા હતા અને પશ્ચિમ પાકિસ્તાનમાં હિંદુઓની વસ્તી ૨% થી ય ઓછી હતી. પશ્ચિમ નહીં પણ પૂર્વ પાકિસ્તાનમાં હિંદુઓ જાહેર જીવનમાં પ્રભાવક હિસ્સો ધરાવતા હતા. ઘણા હિંદુઓએ બાંગ્લાદેશની આઝાદીની ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમાં જીવન કનૈદાસ અને ચિત્તરંજન દત્તા જેવા સૈન્યના કમાંડરો અને પીઢ સામ્યવાદી કર્મશીલ મોતીસિંહનો પણ સમાવેશ થતો હતો.

દૃષ્ટિવાન વકીલ કમાલ હુસૈને ઘડેલા બાંગ્લા દેશના પ્રથમ મુસદ્દામાં ૧૯૭૨ માં જાહેર કરવામાં આવ્યું હતું કે નવાં પ્રજાસત્તાકનું સંચાલન બિન સાંપ્રદાયિકતાથી થશે. અને તમામ ધર્મોને સમાન હકકો મળશે અને ઇસ્લામ માટે કોઇ વિશેષાધિકાર નહીં મળે. કાનૂની નિષ્ણાંત એસ.સી. સેને તે સમયે લખ્યું હતું કે નવા બંધારણ મુજબ કઇપણ ધર્મની રાજયનો ધર્મ નહીં બનાવાય અને રાજકીય હેતુસર ધર્મનો ઉપયોગ નહીં કરાય. તેમજ ધર્મના આધારે કોઇણ વ્યકિત સામે ભેદભાવ નહીં રખાય.

દિલગીરીની વાત એ છે કે શેખ મુજીબુર રહેમાનની ૧૯૭૫ માં હત્યા થઇ તે પછી દેશમાં ઇસ્લામી ઝનૂનનો ઉદય થયો. જનરલ ઇર્શાદના લશ્કરી શાસને તેને પ્રોત્સાહન આપ્યું અને ૧૯૮૬ ના એક સુધારા દ્વારા ઇસ્લામને રાજયનો સત્તાવાર ધર્મ બનાવાયો. અવામી લીગના નેતાઓએ સત્તા પર પાછા ફર્યા પછી અસલ બંધારણ તરફ જવાની વાત કરી છે પણ તેઓ રાજી નથી લાગતા કે કહી શકતા નથી. પણ સ્થાપનાના ૫૦ વર્ષમાં બાંગ્લાદેશે ખાસ કરીને આર્થિક – સામાજિક રીતે પ્રગતિ કરી છે.

માનવ આરોગ્યના મહત્વનાં ક્ષેત્રે કામ કરતી સ્ત્રીઓની ટકાવારી વધીને અને ઉત્પાદનમાં એકંદર ઘરેલુ પેદાશમાં હિસ્સો વધ્યો છે. ભારત કરતાં તેનો દેખાવ સારો છે. આમ છતાં રાજકીય અને ધાર્મિક રીતે સ્થાપકોની દૃષ્ટિ સુધી દેશ નથી પહોંચ્યો. લેખકો અને બૌધ્ધિકો પર હુમલા થાય છે, લઘુમતીઓ અસલામતીની લાગણી અનુભવે છે. ૧૯૭૧ ની વિપરીત આજે ભારતીયો બાંગ્લાદેશીઓને સહિષ્ણુતા અને બહલતાવાદનો ઉપદેશ આપી શકે તેવી સારી સ્થિતિમાં નથી.

૨૦૧૪ માં વડાપ્રધાનપદે નરેન્દ્ર મોદી બિરાજય ત્યારથી શાસક પક્ષ હિંદુ બહુમતને આક્રમક રીતે પ્રોત્સાહન આપી રહ્યો છે. લઘુમતીઓ પર હુમલા થાય છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પોતાના દેશમાં હિંદુઓ પરના હુમલાને વખોડયા છે. લઘુમતીઓ પરના હુમલા બાબતમાં આપણા વડાપ્રધાન શાંત છે. ઉલ્ટાનું અમીત શાહ ગૃહ પ્રધાન બન્યા ત્યારથી મુસ્લિમોનું કેન્દ્ર સરકાર દ્વારા અપમાન થાય તેવા બનાવો વધ્યા છે. ભારતના એકમાત્ર મુસ્લિમ બહુમતી રાજય જમ્મુ-કાશ્મીરના દરજજાનો ફેરફાર નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનસ અને નાગરિકતા ધારા સુધારા દાલખા છે. ભારતના ગૃહપ્રધાને બાંગ્લાદેશને ઉધઇનો દેશ ગણાવ્યો હતો. અને દેશના બૌધ્ધિકોએ તેને વાજબી રીતે વખોડી નાંખ્યો.

ઢાકાના ઇતિહાસના અધ્યાપક મીસ્બા કમાલે ૨૦૧૯ ના ઓકટોબરમાં કહ્યું હતું કે અમીત શાહ ભારતમાં વારંવાર મુસ્લિમોને નિશાન બનાવે છે તેની બાંગ્લા દેશની લઘુમતીઓ પર ઘેરી અસર પડશે. ભારતમાં મુસ્લિમોને નિશાન બનાવાશો તો બાંગ્લાદેશમાં હિંદુઓને છોડીશું નહીં એવી ધમકી બાંગ્લાદેશના મૌલાનાઓ આપે છે.

જુદાજુદા ધર્મના કટ્ટરપંથીઓ એકબીજાને ઉશ્કેરે છે પણ ભારતના ગૃહ પ્રધાન ખતરનાક ખેલ ખેલી રહ્યા છે. ચૂંટણી પ્રચારમાં બંગાળમાં ૨૦૨૧ ના એપ્રિલમાં અમીત શાહે કહ્યું કે બાંગ્લાદેશ પોતાના લોકોને ખવડાવી શકતો નથી. વિદેશ પ્રધાને વાજબી રીતે તેમને ઠપકો આપ્યો. પણ પાછું ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રવચનમાં અમીત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાને કોમી ધૃવીકરણની વાત કરી. વડાપ્રધાને વારાણસીમાં હિંદુ વિજયવાદનું પ્રદર્શન કર્યું.

૧૯૪૦ ના દાયકામાં જિન્ના અને મુસ્લિમલીગે કહ્યું હતું કે ભારતના મુસ્લિમોને સુરક્ષિત અને માનભેર જીવવા માટે અલગ રાષ્ટ્ર જોઇએ છે. હવે ૨૦૨૦ ના દાયકામાં મોદી અને શાહનો ભારતીય જનતા પક્ષ માને છે કે ભારતના હિંદુઓએ આર્થિક, રાજકીય અને વૈચારિક રીતે મુસ્લિમો પર છવાઇ જવું જોઇએ. ગાંધી-નેહરુના વિચારોથી આ વિરુધ્ધ વાત છે. બાંગ્લા દેશનું સર્જન બે રાષ્ટ્રોના સિધ્ધાંતનો અંત લાવે એવી ધારણા હતી. ઇતિહાસની વક્રતા એ છે કે જે ભારતની ભૂમિ પર બે રાષ્ટ્રના સિધ્ધાંતનો સરેઆમ અસ્વીકાર થયો હતો ત્યાં જ આ સિધ્ધાંત જીવે છે અને ઉછેરે છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top