દેહ વેપાર , નશીલા પદાર્થો નું સેવન , માનવ તસ્કરી , આર્થિક ઉઠમણાં , સટ્ટા બેટિંગ , છેતરપિંડી , ઉઠાંતરી , વિચારચોરી , સાહિત્ય ની નકલખોરી , વીજળી ચોરી, પક્ષપલટુઓ, ભગવાનના નામે ચોરી વગેરે આપણા દેશમાં થઈ રહી છે. માણસ મશીન બનાવતો થયો.. ત્યાં સુધી બધું બરાબર લાગ્યુ. પરંતુ હવે એક નવું પ્રકરણ ઉમેરાયું છે એ..AI જેમાં..મશીને જ માણસને બદલી નાખ્યો છે. ખરેખર ખૂબજ દુઃખ સાથે કહેવું પડે છે કે, ક્યાં સુધી આમ ને આમ આધુનિકરણ અને વિકાસની આંધળી દોટમાં ભટકી રહેલો પારિવારિક જવાબદારીઓથી વિમુખ થયેલા સત્તાધારીઓ ગુજરાતના આવા બેજવાબદારો અને સત્તાભૂખ્યા વરૂઓની વ્યાખ્યા ને સમાંતર સમયે આવનારા સમયમાં જાકારો આપી શકાય તો જ ખરેખર મા ભારતીના અને મહાત્માના આત્માને પરમ શાંતિ મળશે. તમને શું લાગે છે. અંતરાત્માને પૂછશો ખરાં?
સુરત -પંકજ મહેતા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.