Gujarat Main

અમીત શાહની ગુજરાત મુલાકાત દરમિયાન સીઆર પાટીલને દૂર રખાતા અનેક અટકળો

કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહની ગુજરાત મુલાકાત દરમ્યાન પ્રદેશ ભાજપના પ્રમુખ સી. આર. પાટીલને સાવ અળગા રાખવામાં આવ્યા હાત. જેના પગલે ભાજપમાં કાંઈ અંદરખાને રંધાઈ રહયુ હોવાનું લાગે છે.પીએમ નરેન્દ્ર મોદી છેલ્લે જયારે તૌકતે વાવાઝોડા વખતે દિવ- ઉના સહિના અસરગ્રસ્ત વિસ્તારોની હવાઈ મુલાકાતે આવ્યા ત્યારે મોદીએ અમદાવાદના એરપોર્ટ પર સી આર પાટીલને અલગથી મુલાકાત આપી હતી.

હવે જયારે છેલ્લા બે દિવસ દરમ્યાન કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ ગુજરાતની મુલાકાતે હતા તે વખતે પાટીલ અમદાવાદના એરપોર્ટ પર અમીત શાહને આવકારવા માટે આવ્યા હતા. જયારે તે પછીના સમારંભોમાં પાટીલ કયાંય જોવા મળ્યા ન હતાં.ભાજપના અંદરના સૂત્રોએ કહ્યું હતું કે, સરકાર અને સંગઠન વચ્ચે કાંઈ રંધાઈ રંધાઇ છે.

સીએમ વિજય રૂપાણી ભલે એમ કહે કે હાલમાં મંત્રીમંડળનું વિસ્તરણ નહીં થાય કે પછી બોર્ડ નિગમોમાં કોઈ નિમણૂંક પણ નહી થાય પરંતુ આવતા વર્ષે ચૂંટણી ડિસે.માં આવી રહી છે તે પહેલા કેન્દ્રિય નેતાઓની ગુજરાત મુલાકાત પણ સૂચક મનાય છે.તાજેતરમાં ભાજપના ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની ગુજરાત મુલાકાત વખતે જ અટકળો શરૂ થઈ જવા પામી હતી કે મંત્રીમંડળમાં વિસ્તરણ થશે, અલબત્ત સીએમ રૂપાણીએ તેનો ઈન્કાર કર્યો છે. એવા સમયે ભાજપના કેન્દ્રિય સહ સંગઠન મહામંત્રી વી સતીષની કમલમની મુલાકત પણ મહત્વની બની જાય છે.

આજે દિલ્હી જવા રવાના થયા તે પહેલા અમીત શાહે અમદાવાદમાં વૃક્ષારોપણના સમારંભમાં હાજરી આપી હતી. જયારે તેમના ગઈકાલના સમારંભમાં તેમણે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સાથે રાખ્યા હતા.શાહ ગાંધીનગરમાં રૂપાણી અને નીતિન પટેલ સાથે અલગ અલગ બેઠકો પણ યોજી હતી.આ ઉપરાંત રાજભવનમાં જયારે રાજયપાલ આચાર્ય દેવવ્રતને મળવા ગયા તે વખતે પણ નીતિન પટેલને સાથે રાખ્યા હતા.

Most Popular

To Top