આજે મતગણતરી, શહેરનું નવું નેતૃત્વ નક્કી થશે

       વડોદરા, તા.રર

47.84 ટકા મતદાન સાથે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પુરી થઈ છે. વડોદરાના ઉમેદવારોનું ભાવી ઈવીએમ માં કેદ છે.મંગળવારે તારીખ 23મી ના રોજ તમામ ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થશે.ત્યારે વડોદરાના મુખ્ય ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે પોલીટેક્નિક કોલેજ ખાતે સ્ટ્રોંગરૂમની મુલાકાત લીધી હતી. તેમની સાથે અધિક નિવાસી કલેક્ટર ડી.આર.પટેલ અને ડીસીપી દિપક મેઘાણી પણ જોડાયા હતા.

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી 21મી તારીખે પુરી થયા બાદ 23 મી ફેબ્રુઆરીએ પોલીટેક્નિક કોલેજ ખાતે મતગણતરી થનાર છે.ત્યારે જીલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે પોલીટેક્નિક ખાતે સ્થળ નિરીક્ષણ કરી આવતી કાલે મતગણતરીની વ્યવસ્થા અંગે જાણકારી આપી હતી.ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ઈવીએમ માં ઉમેદવારોના ભાવિ સીલ છે.ત્યારે મંગળવારે મતગણતરી દરમિયાન ઉમેદવાર તેમજ તેમના નિયુક્ત એજન્ટ  ફરજ પરના અધિકારીઓ તથા કોવિડ 19 ની ગાઈડલાઈન અનુસાર હેલ્થ ટીમ મતગણતરી કેન્દ્ર ઉપર ઉપસ્થિત રહેશે.મંગળવારે સવારે 9:00 કલાકે શરૂ થનાર મતગણતરીમાં પ્રથમ પોસ્ટલ બેલેટ મતદાનની ગણતરી થશે.જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શાલિની અગ્રવાલ મતગણતરી ની તૈયારી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે તંત્ર દ્વારા મત ગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે 9:00 મતગણતરી શરૂ કરી દેવામાં આવશે પ્રથમ રાઉન્ડમાં વોર્ડ નંબર 1 , 4 , 7 , 10 , 13 અને 16 ના પરિણામ જાહેર કરશે.તે બાદ બીજા રાઉન્ડમાં વોર્ડ નંબર 2, 5 ,8 , 11, 14 અને  17 ના પરિણામો જાહેર કરવામાં આવશે. જ્યારે ત્રીજા રાઉન્ડમાં વોર્ડ નંબર 3, 6 9, 12, 15 ,18 અને 19 ના પરિણામ જાહેર કરવામાં આવશે.ઉમેદવારોના સમર્થકો કાર્યકરો તેમજ નગરજનો ચૂંટણીના પરિણામ જોઈ શકે તે માટે ગેટ પાસે એલઇડી સ્ક્રીન લગાવવામાં આવશે.તેમજ સમયાંતરે પરિણામની જાહેરાત માટે લાઉડ સ્પીકરના માધ્યમથી પણ જાહેર કરાશે.જીલ્લા મતગણતરી રૂમમાં તબક્કાવાર મતગણતરી હાથ ધરવામાં આવશે, પરિણામે તબક્કાવાર રાજકીય પક્ષોના એજન્ટોને પ્રવેશ આપવામાં આવશે.એક સાથે તમામ એજન્ટોને પ્રવેશ આપવામાં આવશે નહીં આમ તંત્ર દ્વારા મંગળવારે હાથ ધરાનારી મત ગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.સવારે 9 કલાકે મતગણતરી શરૂ થશે.

સ્ટ્રોંગરૂમની બહાર પેરામિલીટ્રી,  એસઆરપી શહેર પોલીસ સહિત હોમગાર્ડસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.સીસીટીવી કેમેરા ચાંપતી નજર રાખશે. પોલીટેક્નિક કોલેજના સ્ટ્રોંગરૂમ સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કુલ ૮ સ્ટ્રોંગ રૂમ છે. ૬ રિટરનિંગ ઓફિસરને એક એક એડિશનલ રૂમ અને મદદનીશ આર. ઓ.ની સુવિધા આપવામાં આવી છે એટલે કે કુલ ૧૨ ગણતરી રૂમ તથા ૧૨ રિટરનિંગ ઓફિસર/મદદનીશ આર. ઓ.ની નિગરાનીમાં મત ગણાશે. મત ગણના સ્થળે સતત પુરવઠો જળવાય તે માટે  જી.ઈ.બી., પાણી પુરવઠા વગેરે ખાતાના નોડલ ઓફિસરોની નિમણુક કરવામાં આવી છે.

પોલીટેકનીક ખાતે મતગણતરીમાં અર્ધલશ્કરી દળો સહિત અિધકારીઓનો લોખંડી બંદોબસ્ત

વડોદરા મહાનગર પાિલકાની ચૂંટણીની મતગણતરીનંુ સમાપન શાંતીપૂર્ણ માહોલમાં થાય તે હેતુસર પોલીટેકનીક કોલેજમાં સવારે પાંચવાગ્યાથી આરએએફ, બીએસએફ, એસઆરપી સહિત શહેરના ઉચ્ચ પોલીસ અિધકારીઓ-કર્મચારીઓ નો જંગી કાફલો ખડેપગે ફરજ બજાવશે. શહેર પોલીસ કમિશનર શમશેરસિંગે ચુંટણી માહોલ સલામતી ભર્યા વાતાવરણ વચ્ચે સમાપન કરવા માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત પોલીસ ખડકી દેવાયા છે.

પોલીટેકનીકમાં સવારથી મતગણતરી પ્રારંભ થશે. તમામ પક્ષનાહજારો કાર્યકરો આગેવાનો નેતાઓ િવશાળ સંખ્યામાં ઉપસ્થિત હશે. હાર જીતના પરીણામ બાદ કોઈ પણ પ્રકારનો અિનચ્છનીય બનાવ ના બને અને મતગણતરીમાં કોઈ અડચણ ઉભી ના થાય તેથીચુસ્ત અને કડક પોલીસ બંદોબસ્તમાં રેપીડ એકશન ફોર્સ ની એક કંપની, બોર્ડર સીકયુરીટી ફોર્સ ની એક કંપની, એસઆરપીની એક કંપની સ્થાિનકપોલીસનો સ્ટાફ ઉપર ડીસીપી, એસીપી, પીઆઈ, અને ઈન્સ્પેકટર કક્ષાના ઉચ્ચ અિધકારીઓ સતત મોનીટરીંગ કરીને વોચરાખશે. િવજેતા ઉમેદવારના િવજય સરઘસની સાથોસાથ 19 પોલીસ મોબાઈલ વાન અને 40થી વધુ વીડીયોગ્રાફર્સ મતગણતરી સમાપન સુધી ઉભા ખડેપગે ફરજ બજાવશે.

આજે પોલીટેક્નિક પાસે નો-પાર્કિંગ ઝોન, વાહનો માટે ડાયવર્ઝન

સ્થાનિક સ્વરાજયની સામાન્ય ચૂંટણી-૨૦૨૧ની મતગણતરી ફતેગંજ વડોદરા સ્થિત પોલીટેકનીક કોલેજ ખાતે થશે. મતગણતરી દરમિયાન ચૂંટણીનું પરિણામ જાણવા માટે જનમેદની એકત્રિત થાય છે, રોડ પર વાહનો એકઠા થઇ જાય છે. જાહેર માર્ગ પર જતાં વાહનો-જનતાને અગવડ ન થાય અને ટ્રાફિક સંચાલન વ્યવસ્થિત થાય તે હેતુથી નો પાર્કિંગ-નો એન્ટ્રી વૈકલ્પિક વ્યવસ્થા અંગે જાહેરનામુ સુરક્ષા માટે બહાર પાડવામાં આવ્યું છે.

વડોદરા શહેર પોલીસ કમિશનરે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ (૧)બી અન્વયે મતગણતરીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી પોલીટેક્નિક કેમ્પસ ખાતે તમામ પ્રકારના વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. મતગણતરીની કામગીરીમાં જોડાયેલ વાહનો (પાસધારકો) તથા એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ, પોલીસના વાહનો તથા ઇમરજન્સી સેવામાં જતાં વાહનોને મુક્તિ આપવામાં આવી છે.

જાહેરનામા મુજબ ફતેગંજથી પંડયા બ્રીજ તરફ, ગેંડા સર્કલથી પંડયા બ્રીજ તરફ, પંડયા બ્રીજ નીચેથી યુનીવર્સીટી તરફ નીચે પોલીટેકનીક કોલેજથી ફતેગંજ સર્કલ સહીતના રસ્તા પર જઈ શકાશે નહીં. જયારે ફતેગંજ બ્રીજના છેડાથી ઈએમઈથી ફતેગંજ બ્રીજ પર જઈ શકાશે નહીં ભારદારી વાહનો એલએન્ડટી સર્કલથી ફતેગંજ તરફ આવી શકશે નહીં જયારે એસટી બસો જુના ઘોડા સર્કલથી ફતેગંજ સર્કલ ડેપોથી પોલીટેકનીક તરફના રસ્તેથી જઈ શકશે નહીં લોકો માટે વૈકલ્પીક વ્યવસ્થા જાહર કરાઈ છે.

ફતેગંજ સર્કલથી નરહરી સર્કલથી કાલાઘોડા તરફ િનઝામપુરાથી મહેસાણાનગર તરફ વાહનચાલકો જઈ શકશે. ગેંડા સર્કલથી અલકાપુરી તરફ થઈ રેલવે સ્ટેશન તરફ જઈ શકાશે. ગોરવા રોડથી નવાયાર્ડ થઈ છાણી જકાતનાકા તરફ જઈ શકાશે.

આજે મતગણતરી, શહેરનું નવું નેતૃત્વ નક્કી થશે

મોબાઇલ-સેલ્યુલર ફોન ઉપર પ્રતિબંધ

મતગણતરી બિલ્ડીંગના કમ્પાઉન્ડની દિવાલની આજુબાજુમાં ૨૦૦ મીટર ઘેરાવામાં મોબાઇલ તથા સેલ્યુલર ફોનના ઉપયોગ પર પ્રતિબંધ છે. તેમજ તે લઇને હરવા ફરવા કે સાથે લઇને પ્રવેશ કરવા પર પ્રતિબંધ છે. ચૂંટણી ફરજના અધિકારી-કર્મચારીઓને આ પ્રતિબંધમાંથી મુક્તિ મળશે.

Related Posts