માર્કેટમાં લેબગ્રોન ડાયમંડ છતાં નેચરલ ડાયમંડની ડિમાન્ડ

SURAT : ચેમ્બર દ્વારા ‘ઇનોવેશન્સ ઇન રિયલ એન્ડ લેબગ્રોન ડાયમંડ એન્ડ ટેકનોલોજીકલ ગ્રોથ ઇન જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ’વિષય ઉપર સેમિનારને સંબોંધતા એક્સપર્ટ પ્રિયાંશ શાહે ( PRIYANSH SHAH) નેચરલ ડાયમંડ વિશે જણાવ્યું હતું કે, કારણ કે નેચરલ ડાયમંડ એ ધરતીભલે માર્કેટમાં લેબગ્રોન ડાયમંડ આવી ગયા છે પણ નેચરલ ડાયમંડ ( NATURAL DIAMOND) નો વર્ગ જ અલગ છે. નેચરલ ડાયમંડ કાયમ માટે રહેવાનું જ છે. ના ભૂગર્ભમાં બનેલો છે અને તેનું આકર્ષણ કહો કે માંગ રહેવાની જ છે. નેચરલ ડાયમંડ ખરીદનાર આખો કલાસ જ જુદો રહેશે અને તેમાં કોઇ દિવસ ઘટાડો નહીં થશે.

માર્કેટમાં લેબગ્રોન ડાયમંડ છતાં નેચરલ ડાયમંડની ડિમાન્ડ

લેકસસ ગૃપના ડાયરેકટર એન્ડ કો-ફાઉન્ડર ઉત્પલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, નેચરલની સાથે હવે લેબગ્રોન ડાયમંડ પણ માર્કેટમાં પૂરજોશમાં આવી ગયા છે. આથી વર્ષ ર૦ર૦-ર૦૩૦ દરમ્યાન દસ વર્ષમાં કયા પ્રકારની નવી ટેકનોલોજી ડાયમંડ જ્વેલરી ક્ષેત્રમાં આવશે? તેની વિસ્તૃત માહિતી તેમણે આપી હતી. તેમણે એકસ-રે, ૩ ડી વર્ચ્યુઅલ ડાયમંડ (મેક ટુ ઓર્ડર) અને કલાઉડ (સિકયોર્ડ ડાટા) વિશે વેપારીઓ તથા ઉદ્યોગકારોને સમજણ આપી હતી. સેમિનાર બાદ પેનલ ડિસ્કશન યોજાઇ હતી. દુબઇ સિટી ઓફ ગોલ્ડના વાઇસ પ્રેસિડેન્ટ ચંદુભાઇ સિરોયાએ જણાવ્યું હતું કે, સુરત આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રેઝન્ટ કરી શકે તેમ છે. આથી સુરતમાં જે રીતનું સ્પાર્કલ પ્રદર્શનનું આયોજન થયું છે તે પ્રકારનું આયોજન દુબઇમાં પણ કરવામાં આવે તો જ્વેલરી ક્ષેત્રમાં લોકોના મનમાં લેબગ્રોન ડાયમંડ પ્રત્યે જે ભય છે તે દૂર થઇ જશે. સુરતની સાથે દુબઇમાં પણ નેચરલ અને લેબગ્રોન ડાયમંડ વચ્ચેના તફાવતની સમજણ આપવા માટે એકઝીબીશન તથા સેમિનાર વિગેરે કરવા જોઇએ. .સલીમ દાગીનાવાલાએ જણાવ્યું હતું કે, સુરતમાં જે ડાયમંડ જ્વેલરી બને છે તે વખાણવાલાયક છે. પરંતુ કયારેક એવું સાંભળવા મળે છે કે હોંગકોંગની કવોલિટી સારી છે ત્યારે આપને ત્યાં ડાયમંડ જ્વેલરીમાં બનતી ડિઝાઇન અને કવોલિટીમાં હજી સુધાર લાવવાની જરૂરિયાત લાગે છે અને ઇન્ડસ્ટ્રીને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઉપર ચોકકસપણે પહોંચાડીશું.

માર્કેટમાં લેબગ્રોન ડાયમંડ છતાં નેચરલ ડાયમંડની ડિમાન્ડ

ડો. સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે લેબગ્રોન ડાયમંડની જે ડિમાન્ડ છે તે આગામી વર્ષોમાં હજી વધવાની છે. જેને કારણે ઉત્તરોત્તર લેબગ્રોન ડાયમંડની કવોલિટીમાં પણ સુધારો થશે. કલ્પેશ વઘાસીયાએ જ્વેલરી મેન્યુફેકચરીંગ પ્રોસેસમાં ઉભી થનારી ચેલેન્જ વિશે જણાવ્યું હતું કે, જ્વેલરી મેન્યુફેકચરર્સ માટે ડાયમંડ માત્ર રો મટીરિયલ છે. ગ્રાહકની જે પ્રકારની ડિમાન્ડ હોય તે પ્રકારના ડાયમંડનો ઉપયોગ કરીને જ્વેલરી બનાવીને આપવામાં આવે છે.

માર્કેટમાં લેબગ્રોન ડાયમંડ છતાં નેચરલ ડાયમંડની ડિમાન્ડ‘સ્પાર્કલ’માં અમેરિકા, દુબઇ અને નેપાળથી બાયર્સ આવ્યાં: બે દિવસમાં ૬૧પ૦ બાયર્સે મુલાકાત લીધીચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા બિઝનેસ ટુ બિઝનેસનો જે અભિગમ આ વર્ષે પણ જાળવી રાખવામાં આવ્યો છે તેને કારણે બાયર્સનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહયો છે. કારણ કે એકઝીબીશનમાં ડાયમંડ જ્વેલર્સને સીધો જ બિઝનેસ મળી રહયો છે.

Related Posts