SURAT

લો બોલો, સુરત મહાનગર પાલિકા મૃત્યુ પામેલા વ્યક્તિને પણ વેક્સિન મુકે છે

સુરત: (Surat) સુરત મનપા (Corporation) દ્વારા એક બાજુ શહેરના વેક્સિન (Vaccine) મુકવા લાયક તમામને પ્રથમ ડોઝ મુકીને 100 ટકા લક્ષ્યાંક પુરો કરી દીધો હોવાનો દાવો કરે છે તો બીજી બાજુ જે લોકો હયાત નથી તેને પણ વેક્સિન મુકી દેવાઇ હોવાનો મેસેજ (Message) મળે છે અને તેના વેક્સિનના સર્ટી પણ જનરેટ થઇ જાય છે. આવો સતત બીજો કીસ્સો માત્ર ત્રણ દિવસમાં બનતા આરોગ્યતંત્રની બેદરકારી છતી થઇ રહી છે.

  • છબરડા: સુરતમાં અવસાન પામેલા વ્યક્તિને બીજો ડોઝ મુકાઇ ગયાનો મેસેજ આવ્યો
  • વેક્સિનેશનમાં મોબાઇલ નંબરથી રજિસ્ટ્રેશન થતું હોવાથી ઓપરેટર બીજા ડોઝ લેનારના નંબર નાંખવામાં ભુલ કરે તો ભળતા જ વ્યક્તિના નામે રજિસ્ટ્રેશન થતું હોવાનું બહાર આવ્યું
  • ત્રણ દિવસમાં સતત બીજો આવો કીસ્સો બનતા આરોગ્ય તંત્રની બેદરકારી છતી થઇ

બે દિવસ પહેલા એક અવસાન પામેલી મહીલાને વેક્સિનનો બીજો ડોઝ મુકી દેવાયો હોવાનો મેસેજ તેના પરીવારજનોને મળ્યો હતો. ત્યારે હવે કાપોદ્રાના હીરા બાગ ખાતે રહેતા એક પરિવારના મૃતક વ્યક્તિને વેક્સિનનો બીજો ડોઝ મુકી દેવાયો હોવાનો મસેજ મળ્યો હતો તેમજ તેનું સર્ટી પણ જનરેટ થઇ ગયું છે. વરાછાના હીરાબાગ વિસ્તારમાં રહેતા રવજીભાઇ નામના વ્યક્તિનું અવસાન 19/4ના રોજ થઇ ગયું છે. આમ છતા તેના રજિસ્ટર થયેલા મોબાઇલ નંબર પર તારીખ 4/10ના રોજ વેક્સિનનો બીજો ડોઝ મુકાઇ ગયો હોવાનો મેસજ આવતા પરિવારજનો ચોંકી ઉઠયા હતા.

હવે વેક્સિન લેનારને ફરજિયાત ઓટીપી બતાવવા અને આધારકાર્ડ નંબર ચેક કરવા તાકીદ કરાઇ છે : ડો.આશિષ નાયક
જો કે મનપાના ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ ર્ડો.આશિષ નાયકે જણાવ્યુ હતું કે, વેક્સિનેશનમાં મોબાઇલ નંબરથી રજિસ્ટ્રેશન થતું હોવાથી ઘણી વખત ઓપરેટર નંબર નાંખવામાં ભુલ કરે ત્યારે આવુ થાય છે. હવેથી રજિસ્ટ્રેશન કરતા પહેલા ફરજ્યાત ઓટીપી ચેક કરવા અને વેક્સિન મુકાવનારાનું આધાર કાર્ડ તેના રજિસ્ટ્રેશન સાથે સરખાવ્યા બાદ જ વેક્સિન મુકવા તાકીદ કરવામાં આવી છે.

Most Popular

To Top