Gujarat

ગુજરાત ફરી કોરોનાની ઝપેટમાં! એક જ યુનિવર્સિટીનાં 25 વિદ્યાર્થી કોરોના સંક્રમિત

આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે.

ગાંધીનગર: ગુજરાત ફરી કોરોનાની ઝપેટમાં આવી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાને લઈ ફરી મહત્વનાં સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીનાં 15 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત નોંધાતા ફફડાટ ફેલાયો છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ સંક્રમણનો શિકાર બન્યા છે. આ વિદ્યાર્થીઓને તાવના લક્ષણો દેખાયા હતા. જેને લઈ ને તેઓના કોરોના ટેસ્ટ કરતા તેઓ કોરોના પોઝીટીવ નોંધાયા હતા. જેથી યુનિવર્સિટી તંત્રમાં ફફડાટ ફેલાયો છે.

ગઈકાલે નેશનલ લો યુનિ.ની હોસ્ટેલમાં બે વિદ્યાર્થીને તાવ આવ્યો હતો. તેમના ટેસ્ટ કરાવવામાં આવતા, તે પોઝિટિવ નીકળ્યા હતા. તે પછી અહીં આજે દિવસ દરમ્યાન અન્ય વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાવવામાં આવતા, કુલ 25 વિદ્યાર્થીઓ પોઝિટિવ નીકળતા તેઓની સારવાર ચાલી રહી છે. આ સંખ્યા વધીને 35 થાય તેવી સંભાવના છે. સોમવારે યુનિ.માં વિદ્યાર્થીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે, જો ટેસ્ટ નેગેટીવ આવે તો, તેઓને બહાર જવાની પરવાનગી અપાશે. આ ઉપરાંત ક્લાસ અને પરીક્ષા પણ હવે ઓનલાઈન લેવાશે, કલાસરૂમમાં હાજરી મરજીયાત રહેશે.

ઘટનાની ગંભીરતાને લઈ સંકમિત થયેલા તમામ વિદ્યાર્થીઓને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જો કે એક તરફ એવી માહિતી પણ મળી રહી છે કે સંક્રમિત થયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. લગભગ 5૦ જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણનો શિકાર બન્યા છે.

વિશ્વનાં અનેક દેશોમાં XE વેરિયન્ટનાં પગલે સ્થિતિ ગંભીર બની
તાજેતરમાં ભારતનાં કેટલાક રાજયો માસ્ક ફ્રી જાહેર કરાયા છે. ભારતમાં પણ કોરોનાનાં સંક્રમણની ગતિમાં ઘટાડો નોંધાયો છે. જયારે વૈશ્વિક સ્તરની વાત કરીએ તો ચીન જેવા દેશોમાં કોરોનાને લઈ હાલત ગંભીર બની ગઈ છે. કોરોનાના નવા વેરિયન્ટ કે જે ઓમીક્રોનથી પણ વધુ ચેપી છે એવા XE વેરિયન્ટે હાહાકાર મચી જવા પામ્યો છે. હોસ્પિટલોમાં જગ્યાઓ ખૂટી પડી છે. આ ઉપરાંત ત્યાં કડક લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે.

નેશનલ લો યુનિ. 72 કલાક માટે બંધ કરી દેવાઈ
આજથી 72 કલાક માટે નેશનલ લો યુનિ. બંધ કરી દેવાઈ છે. બહારથી ફૂડ ડિલીવરી પણ રદ કરાઈ છે. વિદ્યાર્થીઓને તેમની હોસ્ટેલની બહાર નીકળવની મનાઈ ફરમાવવામાં આવી છે. હોસ્ટેલ બિલ્ડીંગમાં ડિસ્પોઝેબલ ડીશમાં ફૂડ અપાશે.

Most Popular

To Top