Gujarat

રાજ્યમાં કોરોના નાબૂદ થવાને આરે: નવા 352 કેસ, મૃત્યુઆંક 4

અમદાવાદ: રાજ્યમાં કોરોના નાબૂદ થવાને આરે છે, નવા કેસની સંખ્યા 352 થઈ છે, જ્યારે મૃત્યુઆંક પણ ઘટીને 4 થયો છે. મંગળવારે કુલ 1,006 દર્દીઓ સાજા થયા હતા, જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,02,187 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 8,884 છે, વેન્ટિલેટર ઉપર 219 અને 8,665 દર્દીઓ સ્ટેબલ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 4 દર્દીનું મૃત્ય થયું છે. મંગળવારે અમદાવાદ મનપામાં 2, સુરત ગ્રામ્ય, જૂનાગઢ ગ્રામ્યમાં 1-1- મળી કુલ 04 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 10,007 થયો છે.મંગળવારે નવા કેસની સંખ્યા 352 નોંધાવા પામી છે. જેમાં અમદાવાદ મનપામાં 48, સુરત મનપામાં 48, વડોદરા મનપામાં 29, રાજકોટ મનપામાં 22, ભાવનગર મનપામાં 01, ગાંધીનગર મનપામાં 07, જામનગર મનપામાં 06 અને જૂનાગઢ મનપામાં 04 કેસ નોંધાયા છે.

જ્યારે સુરત ગ્રામ્યમાં 23, વડોદરા ગ્રામ્યમાં 21, જૂનાગઢ ગ્રામ્યમાં 09, ભરૂચમાં 10, રાજકોટ ગ્રામ્યમાં 03, વલસાડમાં 08, અમરેલીમાં 10, પોરબંદરમાં 13 નવા કેસ નોંધાયા છે.મંગળવારે 18 થી 45 વર્ષ સુધીના 1,87,214 વ્યક્તિઓને પ્રથમ ડોઝ, 2,866 વ્યક્તિને બીજો ડોઝ, 45 વર્ષથી વધુ ઉંમરના 41,751 વ્યક્તિને પ્રથમ ડોઝ, 28,055ને બીજો ડોઝ, જ્યારે 1,282 હેલ્થ કેર વર્કસ અને ફંટ લાઈન વર્કસને પ્રથમ ડોઝ, 2,462ને બીજો ડોઝ મળી કુલ 2,63,630 વ્યક્તિઓને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 2,08,21,654 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે

Related Posts