National

હવે તાજમહેલમાં એન્ટ્રી લેતા પહેલા આ કામ ફરજ્યાત કરવાનું રહેશે…

નવી દિલ્હી: હાલ ચીનમાં કોરોના વાયરસના (Corona virus) કેસોમાં જબ્બર ઉછાળો થયો છે. મહામારીના કેસોમાં સતત વધારો થતા હવે ભારત સહિત પડોશી દેશો પણ એલર્ટના મોડ (Alert Moad) ઉપર મૂકાઈ ગયા છે. જેથી ભારત સરકારે લોકોને કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવા જણાવ્યું છે. આ તરફ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો પણ કોવિડને લઈને એલર્ટ મોડ પર છે અને તેમણે તમામ પ્રકારની સાવચેતી રાખવાનું શરૂ કરી દીધું છે. આને ધ્યાનમાં રાખીને ભારતના સૌથી લોકપ્રિય પ્રવાસી આકર્ષણ તાજમહેલને (Taj Mahal) પણ કોરોના એલર્ટ પર મૂકી દેવામાં આવ્યો છે. સાત અજાયબી પૈકીના ભરતમાં તાજમહેલ જોવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આહી આવી પહોંચતા હોઈ છે. આવી સ્થિતિમાં હવે તાજમહેલના પરિસરમાં પ્રવાસીઓની એન્ટ્રી કોવિડ ટેસ્ટિંગના આધારે જ આપવામાં આવશે.

તાજમહેલ જોવા આવતા પહેલા તેઓ કોવિડ પરીક્ષણમાંથી પસાર થવું ફરજિયાત
આગ્રાના જિલ્લા આરોગ્ય માહિતી અધિકારીએ જણાવ્યું હતું કે તાજમહેલને એલર્ટ પર રાખવામાં આવ્યો છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર અહીં સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને તાજમહેલ જોવા આવતા પહેલા તેઓ કોવિડ પરીક્ષણમાંથી પસાર થવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો ટેસ્ટિંગ નહીં થાય તો તેમને કેમ્પસમાં પ્રવેશ મળશે નહીં.જેથી હવે સાવધાનીના કડકપણે અમલ કરવાના ભાગ રૂપે આહીનું તંત્ર પણ હવે સક્રિય થઇ ગયું છે.

ભારતમાં BF-7 વેરિઅન્ટના 4 કેસ નોંધાયા છે
ઉલ્લેખનીય છે કે,હાલ વિશ્વના કેટલાક દેશોમાં કોરોના વાયરસનો ફરી એકવાર ઉછાડો જોવા મળ્યો છે. ચીનમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના નવા સબ-વેરિઅન્ટ BF-7નો ખુબજ ભયંકર સ્વરૂપ જોવા મળ્યું છે. જેણે ભારતમાં પણ હવે દસ્તક આપી દીધા છે. ભારતમાં BF-7 વેરિઅન્ટના 4 કેસ નોંધાયા છે. વિશ્વના ઘણા ભાગોમાં કોરોનાના કેસોમાં અચાનક થયેલા વધારાને જોતા કેન્દ્ર સરકાર સતત બેઠકો કરી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે દેશમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરી અને લોકોને કોવિડ-ફ્રેંડલી વર્તન કરવા, માસ્ક પહેરવા અને રસી લેવા અપીલ કરી રહ્યા છે.

પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કરી
કોરોના મહામારીના જોખમને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ગુરુવારે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વર્તમાન તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી અને ભવિષ્યના આયોજનો અંગે ચર્ચા કરવામાં આવી હતી. તે જ સમયે કેન્દ્ર સરકારે કોરોનાના નવા પ્રકારના ચેપને રોકવા માટે વિદેશથી આવતા મુસાફરોને લઈને વિશેષ માર્ગદર્શિકા આપી છે. દેશભરના એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોના રેન્ડમ સેમ્પલિંગ શરૂ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top