SURAT

સુરત મહાનગરપાલિકા સંચાલિત વધુ એક સિટી બસમાં આગ: જોત-જોતામાં બસ સંપૂર્ણ સળગીને ખાખ

સુરત : સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) વિસ્તારમાં ગુરુવારે સાંજના સુમારે સીટી બસમાં (City Bus) આગ (Fire) લાગી જવાની ઘટના બની હતી. સાંજના પીક અવર્સમાં મુસાફરોથી ભરેલી બસમાં આગ લાગવાથી અફરાતફરી મચી ગઈ હતી. જોકે બસમાંથી મુસાફરો સમય સુચકતા વાપરી ઉતારી ગયા હતા.સદનસીબે ઘટનામાં કોઈ જાન હાનિ થઇ ન હતી. સ્થાનિકોએ ફાયર વિભાગને સૂચિત કરતા ફાયર બ્રિગેડનો (Fire Brigad) કાફલો ઘટના સથળે પહોંચ્યો હતો અને આગ ઓલવવાની કવાયતમાં લાગી ગયો હતો.ભયંકર આગમાં બસ જોત-જોતામાં આખે આખી બસ સળગીને ખાખ થઇ ગઈ હતી.

સુરત મહાનગરપાલિકા સંચાલિત વધુ એક સિટી બસમાં આગ
સુરત મહાનગરપાલિકા સંચાલિત વધુ એક સિટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરત રેલ્વે સ્ટેશન નજીક સિટી બસ સ્ટેશન પાસે ઊભેલી બસમાં અચાનક આગ લાગી હતી. અચાનક સિટી બસ ભડભડ સળગી ઉઠતા અફડા તફડી જેવો માહોલ સર્જાઈ ગયો હતો. ઘટનાની જાણ ફાયરને કરાઈ હતી.ત્યારબાદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં સમગ્ર બસ બળીને ખાક થઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી

પીક અવર્સમાં લગતા ભારે ટ્રાફિક જામ થયો હતો
રેલ્વે સ્ટેશન વિસ્તારમાં સાંજનો સમય આમ પણ ટ્રાફિકને લઇ પીક અવર્સમાં હોઈ છે.આહી ચારે દિશાઓ માંથી વાહનોનું આવગમનને કારને આ વિસ્તાર બહરે ટ્રાફિકથી ખદબદતો રહે છે. આગ લાગવાને કારણે અહી ભારે પ્રમાણમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય હતી. જોકે આ વિસ્તારમાં ટીઆરબી જવાન અને ટ્રાફિક પોલીસ હોવાથી તેમણે ટ્રાફિકને હળવો કરવાની જવાબદારી સાંભળી લીધી હતી. જોકે આગ લાગવાની આ ઘટનામાં કોઈ પણ જાનહાની થઇ ન હોવાના સંચાર સુત્રો પાસેથી પ્રાપ્ત થયા છે. આંગ હોલાવ્યા બાદ ફરી આ વિસ્તારમાં ટ્રાફિક પણ ઓછો થઇ ગયો હતો અને વાહનોની આવગમન આહી સામાન્ય થઇ ગઈ હતી.

બસમાં અચાનક લાગી આગ લાગતા નાસભાગ મચી
સુરત રેલ્વે સ્ટેશન ખાતે સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસનું મુખ્ય બસ સ્ટેશન આવેલું છે. ત્યારે અહીં સિટી બસ સ્ટેશન પાસે પાર્ક કરીને ઊભેલી સિટી બસમાં અચાનક જ આગ લાગી ઉઠી હતી. બસમાં આગ કયા કારણોસર લાગી તે તો જાણી શકાયું નથી. પરંતુ ઊભેલી બસમાં અચાનક આગ લાગતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

Most Popular

To Top