Gujarat

રાજ્યમાં કોરોનાના 13,847 કેસ, 172નાં મોત

રાજ્યમાં કોરવા કેસની સંખ્યા 13,847 પર પહોંચી ગઈ છે. આજે એક જ દિવસમાં અમદાવાદ મનપામાં 21 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્યું 172 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 7355 પર પહોંચ્યો છે.

આજે થયેલા મૃત્યુમાં અમદાવાદ મનપામાં 21, સુરત મનપામાં 18, સુરત ગ્રામ્યમાં 6, વડોદરા મનપામાં 11, વડોદરા ગ્રામ્યમાં 6, રાજકોટ મનપામાં 10, જામનગર મનપામાં 9, ભાનગર મનપા 6, જૂનાગઢ મનપા2, મહેસાણામાં 4, સાબરકાંઠામાં 6, સુરેન્દ્રનગર 9 સહિત કુલ 172 દર્દીનો સમાવેશ થાય છે.

બીજી તરફ આજે 10,582 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,29,130 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર ધટીને 73.78 ટકા થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 4980, સુરત મનપામાં 1795, વડોદરા મનપામાં 547, રાજકોટ મનપામાં 605, ભાવનગર મનપામાં 410, ગાંધીનગર મનપામાં 160, જામનગર મનપામાં 390 અને જૂનાગઢ મનપામાં 147 કેસ નોંધાયા છે.

જ્યારે સુરત ગ્રામ્યમાં 393, ભરૂચ 113, નવસારી 164, વલસાડ 133, મહેસાણા 517, જામગનર ગ્રામ્ય 353, વડોદરા ગ્રામ્ય 236 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 1,42,139 વેન્ટિલેટર ઉપર 637 અને 1,44,502 દર્દી સ્ટેબલ છે.

પ્રથમ ડોઝનું અને 24,92,496 વ્યકિતઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 1,23,04,359 રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. આજે 18 થી 44 વર્ષ સુધીના કુલ 55,235 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

Most Popular

To Top