Gujarat

રાજ્યમાં કોરોનાના નવા 13,050 કેસ : રાજ્યમાં વધુ 131ના મોત

રાજ્યમાં મંગળવારે કોરાનાના 13050 નોંધાયા હતા, રાજ્યમાં હાલમાં કોરોનાના દર્દીનો કુલ આંક 6 લાખને પાર થઈ ગયો છે.મંગળવારે સુરત મનપામાં 8, અમદાવાદ મનપામાં 22, રાજકોટ મનપામાં 9, વડોદરા મનપામાં 8, મહેસાણા 3, જામનગર મનપા 9, સુરત ગ્રામ્ય 2, ભાવનગર મનપામાં 5, વડોદરા ગ્રામ્યમાં 5, જામનગર ગ્રામ્યમાં 5, રાજકોટ ગ્રામ્યમાં 5, ભાવનગર ગ્રામ્યમાં 5, મળી કુલ 131 દર્દીઓના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 7779 થયો છે.

બીજી તરફ આજે 12,121 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,64,396 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર 74.85 ટકા થયો છે.રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ મનપામાં 4,693, સુરત મનપામાં 1214, વડોદરા મનપામાં 563, રાજકોટ મનપામાં 593, ભાવનગર મનપામાં 391, ગાંધીનગર મનપામાં 151, જામનગર મનપામાં 397 અને જૂનાગઢ મનપામાં 172, વલસાડમા 120, ભરૂચમાં 106, નર્મદામાં 143 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 1,48,297 વેન્ટિલેટર ઉપર 778 અને 1,47,519 દર્દીઓ સ્ટેબલ છે.

અત્યાર સુધીમાં- કુલ 1,00,20,449 વ્યક્તિઓના પ્રથમ ડોઝનું અને 26,82,591 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 1,27,03,040 રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. મંગળવારે 18 વર્ષથી વધુ વયના 44 વર્ષ સુધીના કુલ 52,528 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું છે, તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 22,794 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 45,281 વ્યક્તિઓને બીજા ડોઝનુ રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

Most Popular

To Top