Gujarat

ગુજરાતમાં કોરાનાના કેસો સ્ટેબલ થઇ રહ્યા છે, છતાં બેદરકારી નુકસાનકાર: રૂપાણી

જૂનાગઢ જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે કલેક્ટર કચેરી ખાતે સી.એમ. વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં મુખ્યમંત્રીએ જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવીને સ્થાનિક વહીવટીતંત્રને કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા અને કોરોનાના તમામ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે એ માટે જરૂરી માર્ગદર્શન સૂચનાઓ આપી હતી.


ટેસ્ટીંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મૂકીને દિશા દર્શન આપતા તેમણે જણાવ્યું હતું કે, સંક્રમણ વધ્યું છે, ત્યારે આવા સંજોગોમાં જૂનાગઢ જિલ્લાને હેમખેમ પાર પાડવો છે. કોરોનાનું સંક્રમણ ઘટાડવા ‘મારૂ ગામ કોરોના મુક્ત’ અભિયાનની ઝુંબેશને વધું વેગવાન બનાવવામાં આવશે. ‘મારૂ ગામ કોરોના મુકત’ થકી ગામડાઓમાં પણ વ્યવસ્થાઓ યુદ્ધના ધોરણે થઈ રહી છે.

સૈાના સહકારથી ગુજરાતને કોરોનામુકત કરવું છે. રાજ્ય સરકારે ઓક્સિજન, રેમડેસિવિર ઈન્જેક્શન અને બેડની સંખ્યા યુદ્ધના ધોરણે વધારી છે. હવે ગુજરાતમાં કેસો સ્ટેબલ થઈ રહ્યા છે. પરંતુ આપણે અતી વિશ્વાસમાં રહેવું નથી ગુજરાતમાં ઓક્સિજનના નવા પ્લાન્ટ બની રહ્યા છે. હવામાંથી સીધો જ ઓક્સિજન બને તેવા પ્લાન્ટ થકી ગુજરાતમાં ઓક્સિજન સપ્લાઈ વધારવો છે. જે લોકોને શરદી, તાવ, ઉધરસ હોય તેનું કોરોનાનું ટેસ્ટીંગ થશે. ગામડાઓમાં જ શાળા, સમાજની વાડીમાં આઇસોલેશન સેન્ટર બનાવાશે. ત્યાં જ દર્દીને સારવાર આપવામાં આવશે.

તેમણે વધુમાં ઓક્સિજન વગર કોઇને હેરાન ન થવું પડે, રેમડેસિવિર ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં મળી રહે, ગ્રામ્ય વિસ્તારોમાં વધુમાં વધુ ધન્વંતરી રથનો ઉપયોગ કરે તેની ઉપર ભાર આપ્યો હતો. સાથે જ જેટલા નાગરિકો વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ ચૂક્યા છે તેમને બીજા ડોઝ માટે અગ્રતા આપવા અંગે પણ માહિતી આપી હતી.

રૂપાણીએ જણાવ્યું હતું કે, ૧૫ માર્ચે રાજ્યમાં ૪૧ હજાર બેડ હતા. આજે ૧ લાખથી વધુ છે. ૧૫ માર્ચે ૧૮ હજાર ઓક્સિજન બેડ હતા. આજે ૫૭ હજાર બેડ છે. તા.૧૫ માર્ચે ૨૧૫ ટન ઓક્સિજનનો વપરાશ હતો. આજે ૧૧૦૦ ટનથી વધુ ઓક્સિજનનો વપરાશ થઇ રહ્યો છે.

Most Popular

To Top