National

કેરળમાં NEETની પરીક્ષામાં વિદ્યાર્થિનીઓનાં અંડરગાર્મેન્ટ્સ ઉતરાવતા વિવાદ

કોટા / કોલ્લમ: NEET (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષા દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પરીક્ષામાં ચેકિંગના નામે વિદ્યાર્થિનીઓનાં અંડરગાર્મેન્ટ્સ ઉતારવામાં આવ્યાં હતાં. આ ઘટના કેરળના કોલ્લમ જિલ્લાની છે. લગભગ 100 મહિલા વિદ્યાર્થીઓને રવિવારે અપમાનિત કરવામાં આવી હતી જ્યારે તેઓને મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા – NEET 2022 આપતા પહેલા તેમની બ્રા દૂર કરવાનું કહેવામાં આવ્યું હતું. તેમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલા ફ્રિસ્કિંગ પ્રક્રિયા દરમિયાન મેટલ ડિટેક્શન સ્ટેજ પર ઇનરવેર દૂર કરવાનું કહેવામાં આવ્યું હતું. જેથી વિદ્યાર્થિનીના પરિજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે NEETની પરીક્ષા ફેસ કરતા પહેલા અમારે તેમના માનસિક આઘાતનો સામનો કરવો પડ્યો હતો.વાલીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક માહિતી મુજબ લગભગ 100 છોકરીઓને આ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

  • કેરળમાં NEETની પરીક્ષામાં વિવાદ
  • ચેકિંગના નામે વિદ્યાર્થિનીઓનાં અન્ડરગાર્મેન્ટ્સ ઉતારવામાં આવ્યાં
  • ચાર મુસ્લિમ વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને આવી

બીજી તરફ હિજાબ પહેરેલી ચાર મુસ્લિમ વિદ્યાર્થિનીઓ કોટાની મોદી કોલેજ સેન્ટર પહોંચી હતી. તેઓને પોલીસે ગેટ પર જ અટકાવ્યા હતા. યુવતીઓએ હિજાબ ઉતારવાની ના પાડી હતી. પોલીસે સમજાવ્યું અને ડ્રેસ કોડનાં નિયમો સમજાવ્યા હતા. તેમ છતાં વિદ્યાર્થીનીઓ સંમત ન હતી. તેના પરિવારના સભ્યો પણ મક્કમ હતા. ત્યારબાદ પોલીસે પાસેથી લેખિતમાં લેવામાં આવ્યું હતું કે પરીક્ષા અંગેના કોઈપણ નિર્ણય માટે તે પોતે જ જવાબદાર રહેશે. ASI ગીતા દેવીએ જણાવ્યું કે પોલીસે ગેટની બહાર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી છે. કેટલાક વિદ્યાર્થીઓએ ફુલ સ્લીવના કપડા પહેર્યા હતા, તેમની સ્લીવ કાપીને અંદર મોકલવામાં આવી હતી. જેઓ હિજાબ પહેરીને આવ્યા હતા તેઓને એકબાજુ ઉભા રાખવામાં આવતા હતા. અંદરથી આદેશ આવ્યા બાદ છોકરીઓને ગેટમાં પ્રવેશ આપવામાં આવ્યો હતી. સંસ્થાની અલગ-અલગ ટીમ અંદર તપાસ કરવા રોકાઈ હતી. સંસ્થાની ટીમે અંદર વિદ્યાર્થીનીઓની તપાસ કરી હતી.

પરીક્ષાના આવા હોય છે નિયમો
પરીક્ષાના નિયમો અનુસાર વિદ્યાર્થીઓ ફુલ સ્લીવના કપડા પણ પહેરી શકતા નથી. જો વિદ્યાર્થી આવું કરે તો તેની સ્લીવ કાપીને તેને પરીક્ષામાં બેસવા દેવામાં આવે છે. કોઇલ, બુટ્ટી, ઘડિયાળ અને અન્ય તમામ વસ્તુઓ રાખવામાં આવી છે. પરંતુ કોટામાં પહેલીવાર એવું જોવા મળ્યું કે બે યુવતીઓ મોઢું વીંટાળી અંદર ગઈ. તેઓની સઘન તપાસ કરવામાં આવી હતી.

Most Popular

To Top