Vadodara

તિરંગા યાત્રાને લઈ પોલોગ્રાઉન્ડ પાસે ગણપતિના સ્ટોલ હટાવવા મુદ્દે વિવાદ

વડોદરા : શહેરના પોલોગ્રાઉન્ડ પાસે ગણપતિજી ના સ્ટોલ તિરંગાયાત્રાને લઈ દૂર કરવાની વાતો ચાલી રહી હતી.તેવામાં સ્ટોલ ધારકોની સમસ્યા ધ્યાને આવતા જ વિસ્તારના કાઉન્સિલર જાગૃતિબેન કાકા દોડી આવ્યા હતા અને સ્ટોલ નહીં હટાવવાનું કહેતા વેપારીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. સ્ટોલ લગાવનાર મનીષભાઈએ જણાવ્યું હતું કે અમે અમારી રજૂઆત લઈને ઘણી બધી જગ્યાએ ગયા પરંતુ આ બાબતે કોઈએ ધ્યાન નહીં આપ્યું પરંતુ આ મામલે અમે જાગૃતિબેનને રજૂઆત કરી જેથી તેમણે તુરત જ અમારી સમસ્યાનું નિરાકરણ લાવી દીધું જેથી અમે બધા ખુશ છે.કાઉન્સિલર જાગૃતીબેન કાકાએ જણાવ્યું હતું કે વડોદરા એક કલા નગરી છે.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી, ગૃહ મંત્રી તેમજ પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને શહેરના તમામ નાગરિકો આ યાત્રામાં જોડાવાના હોય ત્યારે સ્વાભાવિક છે સૌ કોઈ જાણે છે કે એ દિવસે સમગ્ર રોડ ઉપર દબાણ રાખવાના નથી.પરંતુ અહીંયા ગણપતિ દાદાની મૂર્તિઓ મૂકેલી હતી.માટીની મૂર્તિઓ હતી.એટલે આ તમામ વેપારીઓ મારી પાસે આવ્યા હતા.અને આ મામલે મને રજૂઆત કરી હતી. જેથી મેં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલને તેમજ અધિકારીને ટેલિફોનિક રજૂઆત કરી હતી કે મારા વિસ્તારના લોકો એમનો નાનો મોટો કંઈકને કંઈક પ્રસંગ આવતા હોય તેમાં ધંધો વ્યાપાર કરતા હોય છે.પરંતુ બે દિવસ જો એવું હશે તો એ દિવસ પડદો લગાવી દેશે.પરંતુ આ મૂર્તિઓને હટાવવી ન જોઈએ.ગણપતિ દાદા એ પણ આપણા એક વિધ્નહર્તા છે અને આસ્થાનો વિષય હતો.બધાની અને એની સાથે કોર્પોરેશનની ટીમ બધા જ સહમત થયા હતા અને આ લોકોને અહીંયા જ રહેવા દેવા જણાવ્યું હતું

Most Popular

To Top