Charchapatra

સ્તુત્ય આવકારદાયક અને અનુકરણીય યોજના

દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વચ્છતા જળવાય અને ગરીબોની મદદપણ થાય એ માટે કચરાના બદલામાં ગરીબોને જીવનજરૂરી ચીજો આપવાની સ્તુત્ય યોજના શરૂ કરી છે.

આ યોજના પ્રમાણે 5 કિલો પ્લાસ્ટિક લાવનારને 2 કિલો ચોખા અપાશે જયારે 2 કિલો પ્લાસ્ટિક વેસ્ટના બદલામાં 1 લિટર તેલ અપાશે. એજ રીતે અલગ અલગ પ્રકારના કચરા માટે સાબુ, ખાંડ, ડિટરજન્ટ સહિતની ઘરવપરાશની ચીજો આપવામાં આવશે.

કોર્પોરેશને પર્યાવરણના જતન માટે સેવ અવર પ્લેનેટ સેન્ટર બનાવ્યું છે. ત્યાન કચરો આપીને જીવનજરૂરી ચીજો લઇ શકાશે. દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને પર્યાવરણને સ્વચ્છ રાખવા અને તેના જતન અર્થે શરૂ કરેલી આ યોજના સ્તુત્ય અને આવકારદાયક તો છે જ. સાથોસાથ અન્ય શહેરોની મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાઓ માટે અનુકરણીય પણ છે જ.

સુરત     – મહેશ વી. વ્યાસ – લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top