National

1 ઓક્ટોબરથી સમગ્ર દેશમાં કોલેજો શરૂ: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા નવી ગાઇડલાઇન

નવી દિલ્હી: દેશભરની યુનિવર્સિટી (Universities)ઓ અને કોલેજો (Collage)માં નવુ શૈક્ષણિક સત્ર (New academic session) ૧ ઓકટોબરથી શરૂ થશે, જ્યારે પ્રવેશની પ્રક્રિયા (Admission process) ૩૦ સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની રહેશે એમ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(યુજીસી) (UGC) દ્વારા બહાર પાડવામાં આવેલ એક નવી ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું છે.

યુનિવર્સિટીઓ અને ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓને કહેવામાં આવ્યું છે કે અન્ડરગ્રેજ્યુએટ કોર્સીસ માટેના પ્રવેશની પ્રક્રિયા સીબીએસઇ, આઇસીએસઇ અને તમામ રાજ્ય બોર્ડો દ્વારા પરિણામો જાહેર કરવામાં આવે તે પછી જ શરૂ થાય તે તેઓ સુનિશ્ચિત્ કરે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તમામ શાળા બોર્ડો તેમના ધોરણ ૧૨ના પરિણામો ૩૧ જુલાઇ સુધીમાં જાહેર કરશે. જો પરિણામો જાહેર થવામાં કોઇ કોઇ વિલંબ થશે તો નવુ શૈક્ષણિક સત્ર ૧૮ ઓકટોબરથી શરૂ થઇ શકે છે એમ યુજીસીએ એક નવી માર્ગદર્શિકામાં જણાવ્યું છે. પંચે એ સ્પષ્ટતા કરી છે કે શીખવવાની અને શીખવાની પ્રક્રિયા ઓફલાઇન, ઓનલાઇન અથવા મિશ્રિત પદ્ધતિથી ચાલુ રહેવી જોઇએ.

સંસ્થાઓ વર્ગો, વિશ્રાંતિઓ, પરીક્ષાઓનું આયોજન, સેમેસ્ટર બ્રેક વગેરેનું આયોજન ૧ ઓકટોબરથી ૩૧ જુલાઇ વચ્ચે કરી શકે છે. જેમણે કોવિડ-૧૯ના રોગચાળાના સંદર્ભમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સમયે સમયે બહાર પાડવામાં આવતી જરૂરી માર્ગદર્શિકાઓ તથા પ્રોટોકોલ્સનું પાલન કરવું પડશે એમ આ ગાઇડલાઇનમાં કહેવામાં આવ્્યું છે. રોગચાળા દરમ્યાન વાલીઓને વેઠવી પડેલી નાણાકીય મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તમામ યુનિવર્સિટીઓ અને ઉચ્ચતર શિક્ષણ સંથાઓને કહેવામાં આવ્યું છે કે જો એડમિશન રદ થાય અથવા વિદ્યાર્થી સંસ્થા છોડી જાય તો તેને ફી સંપૂર્ણપણે પરત કરવામાં આવે.

એ પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે કે યુનિવર્સિટીઓ અને કોલેજો વાર્ષિક પરીક્ષાઓ ૩૧ ઓગસ્ટ સુધી યોજશે. આ પરીક્ષાઓ ક્યાં તો ઓફલાઇન, ઓનલાઇન અથવા મિશ્ર રીતે લઇ શકાશે. જ્યાં યોગ્ય સરકારે નિયંત્રણો લાદ્યા હોય તે જાહેર મેળાવડાઓ પર પ્રતિબંધ મૂક્યો હોય તેવા કિસ્સામાં આ ભલામણો સત્તાવાળાઓ દ્વારા જારી કરવામાં આવેલ માર્ગદર્શિકા પર કોઇ નિયંત્રણો સર્જવી જોઇએ નહીં.

Most Popular

To Top