National

કોરોનાના ભય વચ્ચે આજે ભારત અને શ્રીલંકાની પહેલી વન ડે મૅચ

કોલમ્બો: ભારત અને શ્રીલંકા (India vs Sri lanka) વચ્ચે છ મર્યાદિત ઑવરોની મેચ સિરીઝ (Series)નો આરંભ આજથી વન ડે મૅચ (First one day match) સાથે થઈ રહ્યો છે. ભારતની જુદી દેખાતી વ્હાઇટ બૉલની ટીમના ઘણાં નવા ચહેરા (New faces) માટે આ ટી 20 વર્લ્ડ કપ (T-20 world cup)નું ઑડિશન બની રહેશે. શ્રીલંકન છાવણીમાં કોરોનાને લીધે આ સિરીઝ 5 દિવસ મોડી શરૂ થઈ રહી છે. આ સિરીઝમાં ત્રણ વન ડે અને એટલી જ ટી 20 રમાવાની છે.

શ્રીલંકાની ટીમમાં દસુન શનાકા ચાર વર્ષોમાં દસમો કૅપ્ટન છે. ધનંજય ડી સિલ્વા જેવો ક્લાસિક બૅટ્સમેન અને દિશમંથા ચામીરા જેવો સ્થિર પેસરને બાદ કરતા ટીમમાં શિખર ધવનની આગેવાની હેઠળની ભારતીય ટીમનો મુકાબલો કરવાની ગુણવત્તાનો અભાવ જણાય છે. યુકેમાં બાયો બબલના ભંગ બદલ કુશલ મેંડિસ અને ડેક્વેલાનું સસ્પેન્શન અને પૂર્વ કૅપ્ટન કુશલ પરેરાની ઇજાને લીધે શ્રીલંકાની હાલત કફોડી થઈ છે.

ભારત તરફે વિજય હજારે ટ્રોફીનો ટૉપ સ્કોરર પૃથ્વી શૉ ધવન સાથે ઓપનિંગ કરે એવી શક્યતા છે. પ્લેઈંગ ઈલેવનમાં સિનિયર્સ હાર્દિક પંંડ્યા અને ભુવનેશ્વર કુમારનું સ્થાન નિશ્ચિત મનાય છે. જો કે અન્ય સ્લોટ્સ માટે ઘણા દાવેદારો છે. નંબર 3 પર દેવદત્ત પડિક્કલ કે ઋતુરાજ ગાયકવાડ? જો કે આ સ્થાન માટે ચોતરફ શૉટ મારવાની ક્ષમતા ધરાવતા સૂર્યકુમાર યાદવ ફેવરિટ મનાય છે. મનિષ પાંંડે ચોથા ક્રમે આવી શકે છે. ભારતીય ટીમમાં છ ખેલાડી હજી અનકૅપ્ડ છે. એમાંના વરૂણ ચક્રવર્તીને ટી-20માં રમાડાય એવી શક્યતા છે. પ્રેમદાસા સ્ટેડિયમ પર ભારત સામે શ્રીલંકા છેલ્લી વાર 12 વર્ષ અગાઉ 12 ડિસેમ્બર 2009ના રોજ વન ડે જીત્યું ત્યુંહતું, ત્યારબાદ 5 મેચ રમાઇ એમાં ભારત જીત્યું છે. આમ ભારત કોલંબોમાં 12 વર્ષથી એકેય વન ડે શ્રીલંકા સામે હાર્યું નથી.

ચાર બૉલર્સ સાથે ભારત મેદાને ઉતરશે
ભારત ચાર સ્પેશિયાલિસ્ટ બૉલર સાથે ઉતરે એમ મનાય છે. જેમાં બે ફાસ્ટ અને બે સ્પિનર હશે. લોકોને લાંબા સમય બાદ કુલદીપ અને ચહલની જોડી સાથે રમતી જોવા મળી શકે છે. ભુવનેશ્વરકુમાર સાથે બીજા પેસર તરીકે નવદીપ સૈનીને સમાવાઇ શકે છે.
ટીમ ઈલેવન આવી હશે

શિખર ધવન, પૃથ્વી શૉ, સૂર્યકુમાર યાદવ, મનિષ પાંડે, સંજુ સેમ્સન, હાર્દિક પ6ડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, નવદીપ સૈની, યજુવેન્દ્ર ચહલ.

Most Popular

To Top