Entertainment

‘નાગરિકોની સ્વતંત્રતા પર સવાલો ઉભા થાય છે’, અમિતાભ બચ્ચનના નિવેદનને મળ્યું CM મમતાનું સમર્થન

નવી દિલ્હી: કોલકાતામાં (Kolkata) ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (International Film Festival of India) કાર્યક્રમ યોજાયો હતો. હાલ દેશના કેટલાક ભાગોમાં બોલિવુડની (Bollywood) આવનારી ફિલ્મ પઠાણ (Pathan) રીલિઝ પહેલા જ વિવાદોમાં મૂકાય ગઈ છે. ત્યારે વિવાદ વચ્ચે સુપરસ્ટાર અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) એક નિવેદન આપ્યું છે. સામાન્ય રીતે મુદ્દાઓ પર મૌન રહેતા અભિનેતા અમિતાભ બચ્ચને અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમણે કહ્યું છે કે “હવે નાગરિકોની સ્વતંત્રતા પર પ્રશ્નાર્થ છે”. અમિતાભ બચ્ચન કોલકાતામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના ઉદ્ઘાટન પ્રસંગે આ વાત કહી હતી. આ કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતી વખતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અમિતાભ બચ્ચન માટે ભારત રત્નની માંગ કરી હતી.

અમિતાભ બચ્ચને શું કહ્યું?
ચાહકોને સંબોધતા અમિતાભ બચ્ચને કહ્યું, “મને ખાતરી છે કે મંચ પરના મારા સાથીદારો સહમત થશે કે નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.” તેમણે કહ્યુું કે અમે દર્શકોને હળવાશથી ન લઈ શકીએ. દર્શકો પાસે દરેક પ્રકારના કન્ટેન્ટ હોય છે. તેઓ એને ક્યાં જોવા માગે છે એ તેમની ઈચ્છા હોય છે. પઠાણ ફિલ્મની કોન્ટ્રોવર્સી વચ્ચે અમિતાભ બચ્ચનું આ નિવેદન સામે આવ્યું હતું.

આ કાર્યક્રમમાં હાજર મમતા બેનર્જીએ અમિતાભ બચ્ચનું સમર્થન કર્યું હતું અને ક્યું હતું કે અમિતાભે એવી વાત કહી, જે કોઈ કહી શકે નહીં. ત્યારે ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું કે અમિતાભના શબ્દો બંગાળ સિવાય કોઈ અન્ય રાજ્ય માટે સચોટ હોઈ શકે નહીં, કારણે કે તેમણે એવી જગ્યાએ વાત કરી છે જ્યાં ચૂંટણી પછી સૌથી વધુ લોહિયાળ હિંસા થઈ હતી.

શાહરૂખ ખાને શું કહ્યું?
આ કાર્યક્રમમાં બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને પણ ભાગ લીધો હતો. તેની આગામી ફિલ્મ ‘પઠાણ’ પર ઉદ્ભવતા વિવાદો અંગે તેણે કહ્યું હતું કે અમારા જેવા લોકો ભલે ગમે તે થાય તો પણ હકારાત્મક રહેશે. ફિલ્મને લઈને અનેક મુદ્દાઓ પર વિવાદો થઈ રહ્યા છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર તેને પ્રતિબંધિત કરવાની માંગ કરી રહ્યા છે. 

મમતાએ ભારત રત્નની માંગણી કરી હતી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજ્યપાલ સીવી આનંદ બોઝ, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, જયા બચ્ચન, રાની મુખર્જી અને ક્રિકેટર સૌરવ ગાંગુલી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ અવસરે સીએમ મમતા બેનર્જીએ કહ્યું હતું કે “અધિકૃત રીતે નહીં, પરંતુ બંગાળ વતી અમે અમિતાભ બચ્ચનને ભારતીય સિનેમામાં આટલા લાંબા સમય સુધી આપેલા યોગદાન માટે ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવાની માંગ ઉઠાવીશું.”

Most Popular

To Top