Gujarat

દાદાએ કેબિનેટ બેઠકમાં રાજયમાં યુવાનોના હાર્ટ એટેકથી મૃત્યુના મામલે લંબાણપૂર્વકની ચર્ચા કરી

ગાંધીનગર : આજે ગાંધીનગરમાં (Gandhinagar) સીએમ ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં (Cabinet Meeting) રાજયમાં યુવાનોના હાર્ટ એટેકથી (Heart Attack) થઈ રહેલા મૃત્યુના (Death) મામલે લંબાણપૂર્વકની ચર્ચા થવા પામી હતી. ખાસ કરીને રાજય સરકાર દ્વારા લેવાયેલા પગલા અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આગામી તારીખ ચોથી નવેમ્બરના રોજ અમદાવાદમાં યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે મીડિયા સાથે વાતચીત કરનાર છે. જેમાં નિષ્ણાંત તબીબો પણ માહિતી આપશે.

કેબિનેટ બેઠક બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, આજે કેબિનેટ બેઠકમાં હાર્ટ એટેકના વધતા કેસોને લઇને મહત્વની ચર્ચા થઈ છે. રાજ્યમાં વધતા હાર્ટ એટેકના કેસ વચ્ચે સરકાર ચિતિંત પણ છે. તેમણે કહ્યું હતું કે, 4 નવેમ્બરે અમદાવાદમાં યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે મીડિયા બ્રીફિંગ યોજાશે. ડૉકટર્સ વિવિધ મુદ્દાઓ પર માહિતી આપશે તેમજ પાંચ વર્ષના આંકડા પણ રજૂ કરવામાં આવશે.

બીજી બાજુ , અંકલેશ્વરમાં ધોરણ 4માં અભ્યાસ કરતી માત્ર 10 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત થતા આરોગ્ય નિષ્ણાતોની ચિંતા વધી છે. તો રાજકોટમાં 52 વર્ષીય હિતેષ ભટ્ટી અને સુરેન્દ્રનગરના લખતરમાં 43 વર્ષીય આલાભાઈ સભાડનું હાર્ટ એટેકથી મોત થયું છે. આમ રાજ્યમાં અચાનક હાર્ટ એટેક અને તેનાથી થતા મોતની સંખ્યામાં વધારો થતા ચિંતા વધી છે. જયારે સાબરકાંઠાના હિંમતનગર વિજાપુર હાઇવે પર એસટી બસ ડ્રાઇવરને ચાલુ બસમાં હાર્ટ એટેક આવ્યો હતો. જો કે ડ્રાઈવરે બસને કાબૂ કરી સાઈડમાં ઉતારી દેતા દુર્ઘટના ટળી હતી.. હાર્ટએટેક બાદ એસટી બસના ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Most Popular

To Top