Gujarat

સિંગાપોર માટે ગુજરાત સેકન્ડ લાર્જેસ્ટ ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન છે : લોરેન્સ વોંગ

ગાંધીનગર : આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendea Patel) અને સિંગાપોરના (Singapore) ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર (Deputy Prime Minister) લોરેન્સ વોંગ (Lawrence Wong) અને પ્રતિનિધિમંડળ વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. સિંગાપોરના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર ગુજરાતની મુલાકાતે પ્રથમ વાર આવ્યા છે અને રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના વિવિધ ક્ષેત્રોના વિકાસથી તેઓ પ્રભાવિત થયા છે એમ તેમણે મુખ્યમંત્રી સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું. લોરેન્સ વોંગે સિંગાપોરના રોકાણકારો-ઉદ્યોગકારોએ ગુજરાતમાં ટ્રેડ, ઈન્વેસ્ટમેન્ટ,ફાયનાન્સના ક્ષેત્રોમાં રોકાણો કરેલા છે, તેની વિગતો આપી હતી.

ફાયનાન્સના ક્ષેત્રોમાં રોકાણો કરેલા છે, તેની વિગતો આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંગાપોરના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરને ગુજરાતમાં આવકારતા જણાવ્યું હતું કે, ભારત, ગુજરાત, સિંગાપોરના સંબંધો લાંબા ગાળાના રોકાણો, વ્યાપાર-ઉદ્યોગોને પ્રોત્સાહિત કરતા ઉષ્માભર્યા રહ્યાં છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં એવી સુદ્રઢ ઈકો સિસ્ટમનું નિર્માણ કર્યું છે કે વિશ્વના અન્ય દેશોમાંથી રોકાણકારો-ઉદ્યોગકારો ગુજરાતમાં એક વાર રોકાણ માટે આવે પછી ગુજરાત જ તેમની કાયમી ચોઈસ બની જાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સિંગાપોર સહિત અન્ય રાષ્ટ્રોના ઉદ્યોગ-રોકાણકારોને જરૂરી સુવિધાઓ આપવા રાજ્ય સરકારનો અભિગમ હંમેશાં સકારાત્મક રહ્યો છે.
આગામી મુલાકાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું સૂચન પણ કર્યું
ભૂપેન્દ્ર પટેલે પીએમ નરેન્દ્ર મોદી આપેલા સૌના સાથ, સૌના વિકાસના મંત્રને સાકાર કરવામાં આ ઈકો સિસ્ટમ ઉપયુક્ત બની છે એમ પણ જણાવ્યું હતું. તેમણે સિંગાપોરના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરને તેમની આગામી મુલાકાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું સૂચન પણ કર્યું હતું. વાયબ્રન્ટ સમિટની શ્રૃંખલામાં સિંગાપોરની સહભાગીતા આગામી સમયમાં પણ આગળ વધશે તેવી અપેક્ષા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સિંગાપોરની મુલાકાતે આવવાનું ભાવ ભર્યું નિમંત્રણ
સિંગાપોરના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર લેરેન્સ વોંગે કહ્યું હતું કે, સિંગાપોર માટે ગુજરાત સેકન્ડ લાર્જેસ્ટ ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન છે. એટલું જ નહીં, સિંગાપોરના જે ઉદ્યોગ-વેપાર રોકાણકારોનો કારોબાર ગુજરાતમાં ચાલે છે તે સૌ સરકારની નીતિઓ, પ્રોત્સાહક વાતાવરણથી સંપૂર્ણ સંતુષ્ટ છે.શ્રીયુત લોરેન્સ વોંગે ફાયનાન્સ, ટ્રાન્સપોર્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રો ઉપરાંત ફિનટેક, ગ્રીન એનર્જી, હાઈડ્રોજન એનર્જીના ક્ષેત્રોમાં પણ ગુજરાત-ભારત સામે રોકાણોની વિપુલ સંભાવનાઓ છે, તેનો ઉલ્લેખ કર્યો હતો. સિંગાપોરના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સિંગાપોરની મુલાકાતે આવવાનું ભાવ ભર્યું નિમંત્રણ પણ પાઠવ્યું હતું.તેમણે કહ્યું કે સિંગાપોરના બિઝનેસ, ઈન્ડસ્ટ્રીઝ, ઈન્વેસ્ટર્સ ભારત અને ખાસ કરીને ગુજરાતમાં રોકાણો માટે આકર્ષિત થયેલા છે, તેમાં આ મુલાકાત નવું બળ પૂરું પાડશે.

Most Popular

To Top