Dakshin Gujarat

ચીખલીના ધેજ ગામે પરિવારના સભ્યો અંદરોઅંદર બાખડ્યા :ઝાડ કાપવાનો મુદ્દો બન્યો બબાલનું ઘર

ઘેજ : ચીખલીના(Chikhli) સાદકપોર ગામે (Sadakpore village) ઝાડ કાપવા (cutting trees) મુદ્દે પરિવારમાં મારામારી થતા પોલીસે (Police) પિતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.બનાવની પોલીસ મથેકથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના સાદકપોર ગામે પરબીયાવડ ખાતે રહેતા હેમાબેન ઇશ્વરભાઈ પટેલ અને ઈશ્વરભાઈ છનાભાઈ પટેલ બુધવારની સાંજના સમયે પોતાના ક્યારીમાં ચાર કાપતા હતા. અને ખેતરની પાળ પર ઝાડ હોય જે ઝાડ મજૂરો મારફતે કપાવતા હતા.આજ સમયે હેમાબેનનો દિયર પ્રવિણ પટેલ અને તેનો પુત્ર જીગ્નેશ પટેલ ખેતરમાં આવી ગમે તેમ ગાળો આપી બબાલ કરવા માંડ્યા હતા.

  • ખેતરની પાળ પર ઝાડ હોય જે ઝાડ મજૂરો મારફતે કપાવતા હતા
  • લાકડાથી માર મારતા બેભાન થઈ જતા પિતા-પુત્ર નાસી ગયા

લાકડાથી માર મારતા બેભાન થઈ જતા પિતા-પુત્ર નાસી ગયા હતા
દરમ્યાન હેમાબેનનો દિયર પ્રવિણ પટેલ અને તેનો પુત્ર જીગ્નેશ પટેલ ખેતરમાં આવી ગમે તેમ ગાળો આપી ઝાડો કેમ કાપો છો. તેમ જણાવી જીગ્નેશ પટેલે લાકડાથી ઈશ્વર પટેલને હાથમાં મારી તેમજ ઢીકમુક્કીનો માર મારતા પતિને છોડાવવા ગયેલા હેમાબેન પટેલને દિયરના પુત્ર જીગ્નેશે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જ્યારે ઈશ્વર પટેલને લાકડાથી માર મારતા બેભાન થઈ જતા પિતા-પુત્ર નાસી ગયા હતા. ઈશ્વર પટેલને 108 મારફતે સારવાર અર્થે ચીખલીની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાથના અંગૂઠામાં ફેક્ચર થવા પામ્યું હતું.બનાવની ફરિયાદ હેમાબેન ઈશ્વરભાઈ પટેલે નોંધાવતા પોલીસે પિતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ એસ.જે.કડીવાલા કરી રહ્યા છે.

માર મારી લૂંટ ચલાવનાર છ લુંટારુનાં 6 ડિસેમ્બર સુધીનાં રિમાન્ડ મંજૂર
હાંસોટ, ભરૂચ: હાંસોટના ઈલાવ ગામે ઘરમાલિકને માર મારી લૂંટ ચલાવનાર છ લુંટારુના કોર્ટે 6 ડિસેમ્બર સુધીનાં પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા.હાંસોટના ઈલાવ ગામે તા.25/11/2022 ને રાત્રે બે વાગ્યાના સુમારે છ જેટલા લુંટારુએ ઇકો ગાડીમાં આવી ઈલાવ ગામના વેપારીના ઘરની બારી તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાલિક લાડુમલ તથા તેમનાં પત્નીને બંધક બનાવી મારમારી સોનાની ચેઇન તથા કાનની બુટ્ટી અને રોકડ મળી એક લાખ રૂપિયા જેટલાની મત્તાની લૂંટ ચલાવી હતી.

આ બનાવની હાંસોટ પોલીસને ટેલિફોનીક જાણ થતાં હાંસોટ પોલીસ ચોકી સર્કલ પાસે બેરેક ગોઠવી નાકાબંધી કરી ઇકો ગાડી નં.(જીજે 16 સીએચ 1679)માં બેઠેલા છ લુંટારુને ફિલ્મીઢબે ઝડપી પાડી કાર્યવાહી કરી વધુ ગુનાની જાણકારી માટે રિમાન્ડની માંગણી માટે હાંસોટ કોર્ટમાં રજૂ કરતાં હાંસોટના જ્યુ. ફ.ક.મેજિસ્ટ્રેટે છ લુંટારુના 6 ડિસેમ્બર સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા હતાં.

Most Popular

To Top