Business

નિર્મલા સીતારમણની બજેટ સ્પીચનો સમય સતત ઘટી રહ્યો છે, આ વખતે લીધો માત્ર આટલો સમય

નવી દિલ્હી: દેશના નાણામંત્રી (Finance minister) નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) બુધવારે સંસદમાં નાણાકીય વર્ષ 2023-24 માટે બજેટ (Budget) રજૂ કર્યું હતું. આ બજેટ નિર્મલા સીતારમણનું પાંચમું અને દેશનું 75મું બજેટ છે. તેમણે સવારે 11 વાગ્યે પોતાની બજેટ સ્પીચ (Budget Speech) શરૂ કરી હતી અને ઈન્કમટેક્સમાં છૂટ સહિત ઘણી મોટી જાહેરાતો કરી હતી. એક તરફ જ્યાં લોકો નાણામંત્રીની બજેટ જાહેરાતો પર નજર રાખી રહ્યા હતા, તો બીજી તરફ લોકો તેમના સ્પીચનો સમય નોંધી રહ્યા હતા. કારણે કે અત્યાર સુધીની સૌથી લાંબી બજેટ સ્પીચ (Longest Budget Speech) વાંચવાનો રેકોર્ડ (Record) નિર્મલા સીતારમણના નામે જ નોંધાયો છે.

1 કલાક 25 મિનિટમાં પૂર્ણ થયું બજેટ
નાણાં પ્રધાન તરીકે તેમના કાર્યકાળનું સતત પાંચમું બજેટ રજૂ કરનાર નિર્મલા સીતારમણે વર્ષ 2020માં સૌથી લાંબી બજેટ સ્પીચ આપી હતી. તેમણે લોકસભામાં 2 કલાક 42 મિનિટ સુધી બજેટની સ્પીચ આપી હતી. જો કે, ત્યાર બાદના વર્ષોમાં તેમની સ્પીચ ટૂંકી રહી છે પરંતુ તેમનો આ રેકોર્ડ હજુ પણ અકબંધ છે. 2024ની સામાન્ય ચૂંટણી પહેલા કેન્દ્રની વર્તમાન નરેન્દ્ર મોદી સરકારનું આ છેલ્લું સંપૂર્ણ બજેટ હતું,તેથી અપેક્ષા મુજબ નિર્મલા સીતારમણ પોતાના નામે થયેલો રેકોર્ડ તોડી નાખશે, પરંતુ એવું બન્યું નહીં અને આ વખતે તેમની બજેટ સ્પીટ ગત નાણાકીય વર્ષ કરતી નાની સ્પીચ હતી. નાણામંત્રીએ માત્ર 1 કલાક 25 મિનિટમાં પોતાનું બજેટ રજૂ કર્યું હતું.

વર્ષ 2019માં નિર્મલા સીતારમણે રજૂ કરેલા છેલ્લા બજેટમાં લેવાયેલા સમયની વાત કરીએ તો, તેમણે 2 કલાક 17 મિનિટમાં પોતાની બજેટ સ્પીચ પૂર્ણ કરી હતી. વર્ષ 2020માં તેમણે 2 કલાક 42 મિનિટનું સૌથી લાંબી બજેટ સ્પીચ વાંચી હતી. આ સ્પીચે ભૂતપૂર્વ નાણામંત્રી જસવંત સિંહ દ્વારા બનાવેલ 2003 નો રેકોર્ડ તોડ્યો હતો. આ સાથે જ તેમને છેલ્લા નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરવામાં 1 કલાક 31 મિનિટનો સમય લાગ્યો હતો.

જસવંત સિંહે આટલી લાંબી બજેટ સ્પીચ આપી હતી
ઉલ્લેખયનીય છે કે નિર્મલા સીતારમણ પહેલા સૌથી લાંબુ બજેટ ભાષણનો રેકોર્ડ જસવંત સિંહના નામે હતો. તેમણે 2.13 મિનિટ લાંબુ બજેટ ભાષણ આપ્યું. ઉલ્લેખનીય છે કે, 2003માં દેશનું સામાન્ય બજેટ રજૂ કરતી વખતે તત્કાલિન નાણામંત્રી જસવંત સિંહે 2 કલાક 13 મિનિટનું ભાષણ વાંચ્યું હતું. નિર્મલા સીતારમણના બજેટ ભાષણ સુધી આ એક રેકોર્ડ હતો.

કોણે સૌથી વધુ વખત બજેટ રજૂ કર્યું?
સૌથી લાંબી બજેટ સ્પીચ વાંચવાનો રેકોર્ડ તો છે જ, પરંતુ વધુમાં વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પણ છે. અત્યાર સુધી મોરારજી દેસાઈએ સૌથી વધુ વખત ભારતનું બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી તરીકે 10 વખત દેશનું સામાન્ય બજેટ રજૂ કરવાનો રેકોર્ડ તેમના નામે છે. જેમાં આઠ બજેટ અને બે વચગાળાના બજેટનો સમાવેશ થાય છે. બીજી તરફ, મોરારજી દેસાઈ પછી યુપીએ સરકારમાં નાણામંત્રી રહેલા પી. ચિદમ્બરમ સૌથી વધુ નવ બજેટ રજૂ કર્યા હતા.. આ સિવાય પ્રણવ મુખર્જી અને યશવંત સિંહાએ 8-8 વખત બજેટ રજૂ કર્યું હતું. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ છ વખત બજેટ રજૂ કરી ચૂક્યા છે.

Most Popular

To Top