સુરતના ઓવરબ્રિજ પર વધતા અકસ્માતો: ટ્રાન્સપોર્ટ પ્લાનરની દ્રષ્ટિએ સુરક્ષાના ઉપાયો અને આધુનિક ઉકેલો સુરત આજે ‘બ્રિજ સિટી’ તરીકે ઓળખાય છે, પરંતુ કતારગામના સર્પાકાર બ્રિજ પર લટકતી બસ અને મજુરાગેટ પર બનેલી ભૂતકાળની હૃદયદ્રાવક ઘટનાઓ આપણને લાલબત્તી સમાન છે. શહેરી આયોજનમાં માત્ર બ્રિજ બનાવવા પૂરતા નથી, તેની સુરક્ષા સર્વોપરી છે. ક્રેશ બેરિયર્સની ઊંચાઈ અને મજબૂતી: બ્રિજની રેલિંગ માત્ર દેખાવ માટે નહીં, પણ સુરક્ષા માટે હોવી જોઈએ. ભારે વાહનો અથડાય ત્યારે તે બ્રિજની નીચે ન ખાબકે તે માટે ‘High-Containment Concrete Crash Barriers’ અનિવાર્ય છે. સ્પીડ કંટ્રોલ અને મોનિટરિંગ સ્પીડ ગવર્નર અને રમ્બલ સ્ટ્રીપ્સ: વળાંક આવતા પહેલા જ વાહનની ગતિ ધીમી પડે તે માટે યોગ્ય અંતરે ‘રમ્બલ સ્ટ્રીપ્સ’ (નાના બમ્પ) મૂકવા જોઈએ. બ્રિજ પર ડ્રાઈવરને માર્ગદર્શન મળે તે માટે નીચે મુજબના બોર્ડ હોવા જોઈએ:
રેડિયમ સાઈન બોર્ડ: રાત્રિના સમયે વળાંક સ્પષ્ટ દેખાય તે માટે ‘Chevron Signs’ (તીરના નિશાન) હોવા જોઈએ. બ્લેક સ્પોટ ચેતવણી: “અહીં અકસ્માત ઝોન છે, ગતિ ધીમી રાખો” તેવા મોટા બોર્ડ. હાઈટ ગેજ: મજુરાગેટ જેવી ઘટનાઓ રોકવા માટે, જ્યાં નાના વાહનો અને ટુ-વ્હીલરની અલગ લેન હોય ત્યાં હાઈટ ગેજ હોવા જરૂરી છે જેથી ભારે વાહનો તે લેનમાં ન ઘૂસે. સુરતના મોટા બ્રિજો (જેમ કે મજુરાગેટ, કતારગામ, વરાછા) પર ટુ-વ્હીલર અને હેવી વ્હીકલ માટે લેન અલગ કરવી જોઈએ.બ્રિજ હેલ્થ ઓડિટ: દર છ મહિને સુરત મહાનગરપાલિકાએ દરેક બ્રિજનું ‘સેફટી ઓડિટ’ કરાવવું જોઈએ. શું રેલિંગ મજબૂત છે? શું લાઈટો ચાલુ છે? શું વળાંક પર કોઈ ખામી છે?
સુરત -ડૉ પંકજ ગાંધી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.