National

કેરળમાં RSS કાર્યાલય પર બોમ્બથી હુમલો કરાતા અફરાતફરી મચી

કન્નુરઃ કેરળ(Kerala)ના કન્નુર(Kannur) જિલ્લાના પયન્નુર(Payannur)માં RSSની ઓફિસ(Office) પર બોમ્બ(Bomb) ફેંકવામાં આવ્યો હતો. બોમ્બ હુમલા(Attack)માં બિલ્ડિંગની બારીના કાચ તૂટી ગયા હતા. સ્થાનિક પોલીસ સ્ટેશન(Police Station) આરએસએસ કાર્યાલયની એકદમ નજીક આવેલું છે. પોલીસ મથક આટલું નજીક હોવા છતાં આ પ્રકારની ઘટના બનતા અનેક સવાલો ઉભા થયા છે. પયન્નુરમાં આરએસએસ કાર્યાલય પર હુમલાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ વર્ષ 2017માં જુલાઈમાં RSS ઓફિસમાં તોડફોડ અને આગચંપીનો બનાવ બન્યો હતો. આ ઘટના મામલે RSSએ CPI(M)ના કાર્યકરો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.

RSSએ CPI(M)ને દોષીત ગણાવ્યા
આરએસએસએ આ હુમલા માટે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (CPM)ને જવાબદાર ગણાવ્યા છે. પોલીસનું કહેવું છે કે આ ઘટના રાત્રે એક વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટનામાં કેટલા હુમલાખોરો સંડોવાયેલા છે તે જાણી શકાયુ નથી. તેમને શોધવા માટે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે કહ્યું હતું કે આરએસએસે હુમલા માટે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટને જવાબદાર ઠેરવ્યા છે.

ભાજપે ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી
આ ઘટના પર ટીપ્પણી કરતા ભાજપ(BJP)ના નેતા ટોમ વડક્કને જણાવ્યું હતું કે, આ ઘટના આઘાતજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે કે કેરળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામાજિક સંસ્થાઓ પર બોમ્બ ફેંકવાના સ્તરે બગડી ગઈ છે, અને આ એક સંસ્કારી સમાજમાં સ્વીકાર્ય નથી. આ પહેલા પણ સામાજિક કાર્ય સાથે જોડાયેલા આરએસએસ કાર્યકર્તાઓ પર હુમલા થયા છે. આ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો જલ્દીથી નિવેડો લાવવો પડશે. આ માટે પોલીસ અને રાજ્ય સરકાર જવાબદાર છે. કેરળના લોકો આવી ઘટનાઓને સહન નહીં કરે.

પોલીસની મિલીભગત ખૂબ જ ખતરનાકઃ ભાજપ
બીજેપી નેતા વડક્કને કહ્યું કે, “પોલીસની મિલીભગત અત્યંત જોખમી છે. પોલીસ સ્ટેશન 100 મીટર દૂર હોવા છતાં કશું થતું નથી તેવા દાખલા છે. કન્નુર જેવા સંવેદનશીલ જિલ્લામાં શાસક સીપીઆઈ(એમ)ની વિરુદ્ધ વિચારધારા ધરાવતા સંગઠનોના કાર્યાલયોને વિશેષ સુરક્ષા આપવી જોઈએ. જો આ કરવામાં ન આવે, તો તેનો અર્થ ફક્ત બેદરકારી જ નહીં, પરંતુ સંડોવણી છે. મને આ કહેતા દુ:ખ થાય છે અને રાજ્યમાં કોઈપણ રાજકીય કે સામાજિક સંસ્થાની ઓફિસને નુકસાન થશે તો તેમાં માટે રાજ્ય સરકારને જવાબદાર ગણવામાં આવશે.

Most Popular

To Top