Entertainment

રિયલ લાઈફ હીરો સોનુ સુદના નામે બની ભારતમાં સૌથી મોટી થાળી,આટલા લોકો કરી શકે છે સાથે ભોજન

નવી દિલ્હી : બૉલીવુડમાં (Bollywood) તેના દમદાર અભિનય માટે સોનુ સુદ (Sonu Sood) જાણીતા છે. જેમણે બૉલીવુડમાં તેમના દમ ઉપર તેની ઓળખ ઉભી કરી છે. તેમણે બૉલીવુડમાં અનેક ફિલ્મો પણ બનાવી છે જોકે આજકાલ તેઓ ફિલ્મોથી દૂર છે,પણ તે છતાં પણ તેઓ સોશિઅલ મીડિયા ઉપર ખુબ જ અપડેટ અને સતત છવાયેલા રહીને ચર્ચામાં રહે છે. કોરોના મહામારીમાં તેમના દ્વારા કરાયેલા કર્યોથી દરેક ભારતીયો વાકેફ છે.

આ દરમ્યાન સોનુ સુદે લખો લોકોની મદદ કરી હતી અને તેમને ઘર સુધી પહોંચાડ્યા હતા.ત્યારબાદ તેઓ સતત લાઈમલાઈટમાં રહ્યા છે. અહીં સુધી કે લોકોએ તેમને ભગવાન માની રહ્યા છે. એટલુંજ નહિ જો તેમના કોઈ ફેન કે દુઃખી વ્યક્તિ મદદ માટે હાથ લંબાવે છે ત્યારે પણ તેઓ તેમની મદદ કરવામાં અચકાતા નથી. દક્ષિણ ભારતમાં ત્રણ જગ્યાએ તેમના મંદિરો પણ બની ચુક્યા છે.રિયલ લાઈફ હીરો એવા સોનુ સુદના નામે હવે ભારતમાં સૌથી મોટી (Biggest) થાળી (Thali) બનવવામાં આવી છે જેમાં એક સાથે 20 લોકો ભોજન કરી શકે છે.તો આવો જાણીશું ક્યાં બની છે આ થાળી. આ થાળી સોશિઅલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ ખુબ જ પ્રખ્યાત થઇ છે.

  • આ અનોખું સન્માન હૈદરાબાદના જીસ્મત ગેલમંડીએ આપ્યું છે.
  • જેના વિશે સોનુ સૂદે પોસ્ટમાં માહિતી આપી છે
  • ઇન્સ્ટાગ્રામ ઉપર સોનુએ આ તસ્વીર શેર કરીને કેપ્શનમાં માહિતી લખી હતી

ઇન્સ્ટાગ્રામ ઉપર સોનુએ આ તસ્વીર શેર કરીને કેપ્સનમાં કંઈક આવું લખ્યું
સોનુ સૂદે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં સોનુ સૂદ ભારતની સૌથી મોટી જમવાની પ્લેટની બાજુમાં ઉભેલો જોવા મળે છે. તસ્વીરમાં જોઈ શકાય છે કે પ્લેટ ઘણી જ વિશાળ છે અને તે બિરયાનીથી સંપૂર્ણ ભરેલી છે. આ પ્લેટની પાસે ઊભો રહેલો સોનુ સૂદ પોઝ આપતો જોવા મળે છે. તેમની આજુબાજુ તેમના ચાહકો પણ અભિનેતા સાથે ઉભા જોવા મળે છે. આ તસવીર શેર કરતાં સોનુ સૂદે કેપ્શનમાં લખ્યું છે કે ભારતની સૌથી મોટી પ્લેટ જેનું નામ મારા નામ પર છે. વધુમાં તેઓ લખે છે કે આ થાળી એક શાકાહારી વ્યક્તિના નામ ઉપર છે જે ખૂબ જ ઓછો ખોરાક લેય છે. તે 20 લોકો માટે ભોજનની થાળી કેવી રીતે રાખી શકે.

કોરોના મહામારી દરમિયાન અનેક લોકોના દિલ જીત્યા હતા
તમને જણાવી દઈએ કે આ મોટી બિરયાની પ્લેટની ખાસ વાત એ છે કે તેનું નામ સોનુ સૂદના નામ પરથી રાખવામાં આવ્યું છે. સોનુ સૂદને આ અનોખું સન્માન હૈદરાબાદના જીસ્મત ગેલમંડીએ આપ્યું છે. જેના વિશે સોનુ સૂદે પોસ્ટમાં માહિતી આપી છે. તેમણે કોરોના મહામારી દરમિયાન અનેક લોકોની મદદ કરીને લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી હતી. જેના કારણે તેમને ઘણીવાર એક યા બીજા સન્માનથી નવાજવામાં આવ્યા છે. ચાહકોએ પોતાની રીતે સોનુ સૂદ પર પ્રેમ વરસાવ્યો છે. ચાહકો પણ તેને રિયલ હીરો કહે છે.

Most Popular

To Top