Entertainment

ટાઈગર શ્રોફને બર્થ ડે વિશ કરવાના ચક્કરમાં બોલિવૂડની આ અભિનેત્રી થઈ ટ્રોલ

નવી દિલ્હી: બ્રેકઅપ (Breakup) શબ્દ સાંભળીને જ કોઈ પણ કપલને ડર લાગવા લાગે. પરંતુ હાલનો જમાનો થોડો અલગ છે. પહેલા કહેવાતું કે દોસ્તીમાંથી પ્રેમ (Love) થઈ શકે પરંતુ પ્રેમમાંથી ફરી દોસ્તી (Friendship) ન કરી શકાય. પરંતુ બોલિવૂડમાંથી જે ધટના સામે આવી છે એના તેના પર ફેન્સ જે કમેન્ટ મારી રહ્યાં છે કે તમે હસવાનું રોકી ન શકશો.

બોલિવૂડના એકશન હીરો ટાઈગર શ્રોફનો આજે જન્મદિવસ છે. તેઓ આજે 33 વર્ષના થયા હતા. આ દિવસે તેઓને ધણાં બધાં લોકોએ વીશ કર્યું હતું અને તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. પણ આ સેલિબ્રિટિમાં એક નામ દિશા પટનીનું પણ હતું. તેણે ટાઈગરને વિશ કરીને જાણે સમસ્યાને આમંત્રણ આપ્યું હોય તેવું લાગી રહ્યું છે. દિશા પટનીએ ટાઈગપ શ્રોફને જન્મદિવસની બધાઈ આપી હતી જેના કારણે ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યાં છે.

એક સમય હતો જયારે ટાઈગર અને દિશા રિલેશનમાં હતા પણ થોડા સમય પહેલા જ તેઓનું બ્રેકઅપ થયું હતું. ટાઈગરના આજના ખાસ દિવસ પર દિશાએ ટાઈગરનો ફોટો તેમજ તેની નીચે એક મેસેજ લખ્યો હતો. ટાઈગર ઓરિજિનલ ટાઈગરના કપડાં પહેરી રહ્યો હોય તેવો ફોટો જોઈ શકાય છે. મેસેજમાં તેણે લખ્યું હતું કે જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા.તમે હંમેશા ખુશ અને પ્રેરણા આપો તેવા રહો. આ પોસ્ટ ફેન્સે જોતાં જ દિશાને ટ્રોલ કરી હતી. ફની કમ્ટેન્ટસ જોઈને તમે પણ હસવાનું રોકી શકશો નહિં. લોકોએ લખ્યું છે કે બ્રેકઅપ કરીને મિત્ર બનાવી લીઘો, તો કોઈકે લખ્યું બંનેના દિલમાં હાલ પણ પ્રેમ છે. અન્ય એકે લખ્યું તૈયાર રહેજો જલ્દી જ બીજા ન્યુઝ મળશે.

ટાઇગર હાલમાં અક્ષય કુમાર સાથે અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’નું શૂટિંગ કરી રહ્યો છે. ‘બડે મિયાં છોટે મિયાં’ જે એક્શન ફ્રેન્ચાઇઝીની શરૂઆત હશે. આ ફિલ્મ 1998ની હિટ ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ની સિક્વલ છે. આ ફિલ્મનું નિર્દેશન ડેવિડ ધવન દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું નિર્માણ વાશુ ભગનાની, દીપશિખા દેશમુખ, જેકી ભગનાની, હિમાંશુ કિશન મેહરા અને ઝફર દ્વારા કરવામાં આવ્યું છે.

Most Popular

To Top