Entertainment

1000 કરોડના પોન્ઝી સ્કેમમાં એક્ટર ગોવિંદાની મુશ્કેલીઓ વધી, EOW કરશે પૂછપરછ

મુંબઇ: ફેમસ બોલીવુડ (Bollywood) એક્ટર ગોવિંદા (Govinda) ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના અનોખા ડાન્સ અને જોરદાર એક્ટિંગ માટે જાણીતા છે. અભિનેતાએ ઇન્ડસ્ટ્રીને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર ગોવિંદાની દુનિયાભરમાં મજબૂત ફેન ફોલોઈંગ છે. અભિનેતાએ તેની કારકિર્દી દરમિયાન ઘણા મુશ્કેલ સમયનો સામનો કર્યો છે. એક્ટર ગોવિંદાએ કોમેડીથી લઈને એક્શન સુધીની ઘણી શાનદાર ફિલ્મો કરી છે. જો કે હાલ અભિનેતા ગોવિંદાને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. ગોવિંદાનું નામ એક કૌભાંડમાં (Scam) સામે આવ્યું છે.

1000 કરોડના પેન ઈન્ડિયા ઓનલાઈન પોન્ઝી કૌભાંડમાં ગોવિંદાનું નામ સામે આવ્યું છે. ‘ઓડિશા ઇકોનોમિક ઓફેન્સ વિંગ’ (EOW) આ મામલે અભિનેતા ગોવિંદાની પૂછપરછ કરશે. ગોવિંદાને આ કૌભાંડ સંબંધિત નોટિસ પણ મોકલવામાં આવી છે. ઓનલાઈન પોન્ઝી કૌભાંડ અંગે ગોવિંદા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે આ અંગે વાત કરવાનો ઈન્કાર કર્યો હતો. અધિકારીઓનું કહેવું છે કે ગોવિંદાએ તેના કેટલાક વીડિયોમાં સોલર ટેકનો એલાયન્સ કંપનીને સમર્થન આપ્યું છે. તેમના પ્રમોશનલ વીડિયો પણ બનાવવામાં આવ્યા છે.

અભિનેતા ગોવિંદા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. આ વિશે અભિનેતા અને તેની ટીમ સાથે કોઈ વાત કરવા માંગતું નથી. ‘ઓડિશા ઇકોનોમિક ઓફેન્સ વિંગ’ DSP શશ્મિતા સાહુએ આ કેસ વિશે માહિતી શેર કરી છે. તેમણે કહ્યું છે કે હાઈકોર્ટમાંથી મળેલી માહિતી બાદ અમે STA વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. પોન્ઝી સ્કીમોને મલ્ટિ-લેવલ માર્કેટિંગના રૂપમાં લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે અને માર્કેટિંગ તરીકે પ્રમોટ કરવામાં આવે છે. આ યોજના હેઠળ, લોકોને STAમાં ઉમેરવામાં આવે છે, ત્યારબાદ એક સાંકળ સિસ્ટમ બનાવવામાં આવે છે, જેમાં લોકો એક પછી એક જોડાય છે અને તેમને વળતર મળતું રહે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ગોવિંદા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. તે છેલ્લે ફિલ્મ ‘રંગીલા રાજા’માં જોવા મળ્યા હતા. અભિનેતાની કેટલીક એવી ફિલ્મો છે જેને લોકો આજે પણ જોવાનું પસંદ કરે છે. જો કે સુપરહિટ ફિલ્મોની યાદી ઘણી લાંબી છે, પરંતુ અભિનેતાની કેટલીક ફિલ્મોનો કોઈ જવાબ નથી. ‘કુલી નંબર 1’, ‘નસીબ’, ‘રાજા બાબુ’, ‘હીરો નંબર 1’, ‘અંખિયો સે ગોલી મારે’, ‘આંખે સ્વર્ગ’, ‘સાજન ચલે સસુરાલ’, ‘શોલા ઔર શબનમ’, ‘દુલ્હે રાજા’ અને ‘બડે મિયાં-છોટે મિયાં’ જેવી શાનદાર ફિલ્મોનો સમાવેશ થાય છે.

Most Popular

To Top