National

શું તમારા મોબાઈલ પર પણ આવ્યો ભારત સરકારનો ઇમરજન્સી એલર્ટ મેસેજ? તો જાણી લો હકીકત

સ્માર્ટફોન (Smart Phone) યુઝર્સને શુક્રવારે એટલે કે 15 સપ્ટેમ્બરના રોજ મોબાઈલ (Mobile) પર અચાનક ઈમરજન્સી મેસેજ એલર્ટ મળ્યો છે. આ એલર્ટ (Alert) મળતાની સાથે જ ઘણા સ્માર્ટફોન યુઝર્સ વિચારતા થઈ ગયા હતા જ્યારે ઘણા લોકોને ખબર નથી કે આ કેવા પ્રકારનો ઈમરજન્સી એલર્ટ મેસેજ છે. જો તમને પણ આવો કોઈ એલર્ટ મેસેજ મળ્યો હોય તો તમને જણાવી દઈએ કે સરકાર (Government) હાલમાં એક એલર્ટ સિસ્ટમનું ટેસ્ટિંગ કરી રહી છે અને તેને ટેસ્ટ કરવા માટે લોકોને મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર એરટેલ સિમનો ઉપયોગ કરતા લોકોને ઈમરજન્સી એલર્ટ સીવીયરનો મેસેજ મળ્યો છે.

તમને જણાવી દઈએ કે આ સેમ્પલ મેસેજ છે જે ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ (Telecommunication Department) દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવ્યો છે. જો તમને આ વિશે કોઈ ચેતવણી મળી છે તો તેને અવગણો. આ અંગે કોઈ કાર્યવાહી કરવાની જરૂર નથી. આ ચેતવણી સંદેશ ટેસ્ટ પેન-ઈન્ડિયા ઈમરજન્સી એલર્ટ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવી રહ્યો છે. આ એલર્ટ મેસેજનો હેતુ માત્ર એટલો જ છે કે કોઈપણ આપત્તિ સમયે લોકોને એલર્ટ કરવામાં આવે. આ મેસેજનો ઉદ્દેશ્ય લોકોને ઈમરજન્સી દરમિયાન કોઈપણ મુશ્કેલી વિના તાત્કાલિક એલર્ટ મોકલવાનો છે.

જો તમે આના પર ઓકે કરો છો તો પછી તમને બીજો પોપ અપ મેસેજ મળશે જેમાં લખ્યું છે કે તમને હવે એક એલર્ટ મેસેજ મોકલવામાં આવી રહ્યો છે. શું તમે ભવિષ્યમાં ચેતવણી સંદેશા પ્રાપ્ત કરવા માંગો છો કે નહીં? આ પોપ અપ મેસેજમાં તમારે હા અથવા ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

મેસેજમાં આ વાત લખવામાં આવી છે
ચેતવણી સંદેશનું શીર્ષક હતું ગંભીર કટોકટી ચેતવણી: આ પછી મેસેજમાં લખવામાં આવ્યું હતું કે આ સેમ્પલ ટેસ્ટ મેસેજ છે જે ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવ્યો છે. કૃપા કરીને આ સંદેશને અવગણો કારણ કે તેને તમારા તરફથી કોઈ પગલાંની જરૂર નથી. આ સંદેશ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લાગુ કરવામાં આવી રહેલી ઓલ ઈન્ડિયા ઈમરજન્સી એલર્ટ સિસ્ટમની ચકાસણી કરવા માટે મોકલવામાં આવ્યો છે. આ સિસ્ટમનો હેતુ જાહેર સલામતી વધારવા અને કટોકટીની પરિસ્થિતિઓ દરમિયાન ચેતવણી સંદેશ મોકલવાનો છે.

Most Popular

To Top