ભાજેપે Gen-Z સાથે જોડાવા માટે એક ખાસ ટીમની રચના કરી છે. ટીમમાં ભાજપના નેતા નીતિન નવીન, રાષ્ટ્રીય મહામંત્રીઓ સ્મૃતિ ઈરાની અને વિનોદ તાવડે, ગુજરાતના ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને છત્તીસગઢના મંત્રી ઓપી ચૌધરીનો સમાવેશ થાય છે. આ ટીમ દ્વારા પાર્ટી યુવાનો સાથે સીધી વાતચીત કરીને તેમની માનસિકતા, ચિંતાઓ અને આકાંક્ષાઓને સમજવાનો પ્રયાસ કરવામાં આવશે.
ભાજપે જેન-ઝેડ વચ્ચે સંપર્ક વધારવા માટે એક ખાસ ટીમની રચના કરી છે. આ ટીમમાં ભાજપના નેતા નીતિન નવીન, રાષ્ટ્રીય મહામંત્રીઓ સ્મૃતિ ઈરાની અને વિનોદ તાવડે, હર્ષ સંઘવી, ઓપી ચૌધરી અને અન્ય નેતાઓનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટીમ ટૂંક સમયમાં જેન-ઝેડ વસ્તી જૂથ સાથે સંવાદ અને જોડાણને પ્રોત્સાહન આપવા માટે એક ખાસ આઉટરીચ કાર્યક્રમ શરૂ કરશે. ટીમનું ધ્યાન યુવાનો સાથે સીધો સંવાદ કરવા, તેમની અપેક્ષાઓ અને મુદ્દાઓને સમજવા અને તેમને પાર્ટીની નીતિઓ અને વિચારધારા સાથે જોડવા પર રહેશે.
દરમિયાન નીતિન નવીનની અધ્યક્ષતામાં નવી 65 સભ્યોની રાષ્ટ્રીય ટીમની પહેલી બેઠક શનિવારે દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં યોજાઈ હતી. કોંગ્રેસ પાર્ટીના ‘વંદે માતરમ’ અંગેના નિર્ણયનો વિરોધ કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ભાજપે કોંગ્રેસના કાર્યક્રમોમાં રાષ્ટ્રગીતના ફક્ત બે શ્લોક ગાવાના નિર્ણયની નિંદા કરી હતી.
પાર્ટીએ જણાવ્યું હતું કે રાજકીય લાભ કે તુષ્ટિકરણ માટે ‘વંદે માતરમ’ને આપવામાં આવતા સન્માન સાથે સમાધાન કરવામાં આવશે નહીં. ભાજપ દેશભરમાં ‘વંદે માતરમ’ના વારસાને આગળ વધારવા માટે એક ઝુંબેશ શરૂ કરવાની યોજના ધરાવે છે. નીતિન નવીનની નવી ટીમ શનિવારે સાંજે 7 વાગ્યે ભાજપ મુખ્યાલયમાં પીએમ મોદીને મળવાની છે. આ ટીમની જાહેરાત 17 ઓગસ્ટે કરવામાં આવી હતી.
આ પહેલા શનિવારે ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં નવા અને હાલના બંને પદાધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ નેતા નીતિન નવીને બેઠક દરમિયાન યુવાનો સાથે સંવાદ અને સંપર્ક વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જાહેર જીવનમાં સંયમ અને શિસ્ત જાળવવી મહત્વપૂર્ણ છે અને વિપક્ષના આરોપોનો જવાબ તથ્યો પર આધારિત હોવો જોઈએ. નીતિન નવીને તમામ પદાધિકારીઓને પાર્ટીની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ રહીને ‘રાષ્ટ્ર પ્રથમ’ ભાવના સાથે કામ કરવા વિનંતી કરી હતી. બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભો મહત્તમ લોકો સુધી પહોંચાડવા અને જન કલ્યાણકારી પહેલનો અસરકારક રીતે પ્રચાર કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે યોજાનારી ભાજપની અંતિમ બેઠકમાં હાજરી આપશે. પાર્ટીના નવનિયુક્ત રાષ્ટ્રીય પદાધિકારીઓ ઉપરાંત તમામ રાજ્યોના સંગઠનાત્મક સચિવો અને પ્રદેશ પ્રમુખો હાજર રહેશે. આ બેઠકમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની ચર્ચા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વડાપ્રધાન મોદી સંગઠનને મજબૂત બનાવવા અને ચૂંટણી રણનીતિ ઘડવા અંગે પાર્ટીના નેતાઓને મુખ્ય નિર્દેશો આપી શકે છે.