Gujarat

કોંગ્રેસના દિલ્હીના નેતાઓને ગુજરાતની કાંઈ પડી નથી – કાન્તિ પરમાર

ગાંધીનગર: કોંગ્રેસના (Congress) માજી ધારાસભ્ય તથા અમૂલના ડાયરેકટર એવા કાન્તિ સોઢા પરમાર આજે કમલમ ખાતે આવી પહોચ્યા હતા. એટલું જ નહીં પ્રદેશભાજપના અધ્યક્ષ સી આર પાટીલના હાથે ભાજપનો (BJP) કેસરિયો ખેસ પહેરી લીધો હતો. કાન્તિ પરમારે કહયું હતું કે દિલ્હીના કોંગ્રેસના નેતાઓને ગુજરાતની કાંઈ પડી નથી.

પરમારે કહયું હતું કે વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપના સીનીયર નેતાઓ પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ પણ ગુજરાત ભાજપના નેતાઓને મળીને તેમની સાથે પ્રચાર કરતાં હતા. જયારે કોંગ્રેસના નેતાઓએ ગુજરાતમાં પ્રચાર જ કર્યો નથી.ગુજરાતને રેઢુ મૂકી દીધુ હતું. આવી સ્થિતિમાં કોંગ્રેસમાં રહેવા જેવુ મને લાગતુ નથી. પરમારે કહ્યું હતું કે, આજે મેં કોંગેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. સીઆર પાટીલના અધ્યક્ષ સ્થાને ભાજપમાં જોડાયો છું. ગરીબ ક્લાયાણકારી યોજના વિચારધારાને કારણે ભાજપમાં જોડાયો છું. વિકાસની રાજનીતિ કરવા માટે ભાજપમાં જોડાયો છું. સાથે જ આણંદ વિધાનસભામાં અને મધ્ય ગુજરાતનો વિકાસ થાય તે પણ મારો આશય છે.

તેમણે કહયું હતું કે દિલ્હી કોંગ્રેસને ગુજરાતની કોઈ પડી નથી. કોઈ પણ દિલ્હીનો કોંગી નેતા ગુજરાતનાં આગેવાનોને મદદ કરવા આવ્યા ખરા ?. PM મોદી અને અમિત શાહ વારંવાર ગુજરાતમાં આવે છે. ચૂંટણી વખતે કોંગ્રેસે એક પણ મોટો કાર્યક્રમ પણ કર્યો નથી. 2017માં આણંદની બેઠક પરથી કાંતિભાઈ કોંગ્રેસની ટિકિટથી જીત્યા હતા. 2017થી 2022 સુધી આણંદના કોંગ્રેસ MLA રહ્યાં હતા. પરમારે કહયું હતું કે પાર્ટી નેતાગીરી પક્ષમાં જે જવાબદારી આપશે તે હું નિભાવીશ. પક્ષમાં વફાદાર રહીને કામ કરવાની બાંયધરી આપુ છું. કોઈ પણ જાતની અપેક્ષા વગર હું ભાજપમાં જોડાયો છું.

Most Popular

To Top