SURAT

પુણા કુંભારિયા ખાડી બ્રિજ પાસે ટ્રકે ઉડાવી દેતા બાઈક સવારનું મોત

સુરત (Surat): સુરતના રસ્તાઓ પર બેફામ દોડતી ટ્રક સહિતના ભારે વાહનોના લીધે છાશવારે અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. પીક અવર્સમાં ટ્રક શહેરી વિસ્તારોમાં દોડતી હોવાના લીધે અકસ્માત થતાં હોય છે. આવા અકસ્માતમાં અનેક નિર્દોષોના મોત થતા હોવા છતાં તંત્રની આંખ ઉઘડતી નથી. સુરતના પુણા કુંભારિયા રોડ પર આવા જ એક અકસ્માતમાં આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું છે.

પુણા કુંભારીયા ખાડી બ્રિજ ઉતરતી વેળા ટ્રક ચાલકે ટક્કર મારતાં પાંડેસરાના યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. મહેસાણા મોટી દાવ ગામના વતની અને હાલ પાંડેસરા પિયુષ ભગીરથ રેસીડેન્સીમાં રહેતા ભાવેશ પોપટ પારેખે સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા જણાવ્યું હતું કે તેમના મોટાભાઈ ચેતન પારેખ પુણા કુંભારિયા કડોદરા સુરત રોડ નજીક ખાડી પુલ ઉતરી રહ્યા હતા. તે વખતે પૂરઝડપે આવેલા (GJ-5-AZ-6509)ના ટ્રક ચાલકે ચેતનભાઇની બાઇકને ટક્કર મારી હતી, જેમાં ચેતન ભાઈ રોડ ઉપર ફંગોળાયા હતા જેમાં તેમને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. બીજી બાજુ ટ્રકચાલક ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો. ચેતનભાઇને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. સારોલી પોલીસે અકસ્માત મોતનો (Accidental Death) ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

બહેન સાથે ઝઘડો નહીં કરવા સમજાવવા ગયેલા સાળાને બનેવીએ છરો માર્યો
સુરત: નાનપુરા કાદરશાહની નાળમાં બહેન સાથે ઝઘડો નહીં કરવા બાબતે સમજાવતા સાળાને બનેવીએ ચપ્પુ નો પા મારી દીધો હતો. તેને હોસ્પિટલ ખસેડાયો. હતો. સાળાએ અઠવા પોલીસ સ્ટેશનમાં બનેવી સામે ફરિયાદ નોંધાવી હતી. નાનપુરા કાદરશાની નાળ હરમ એપાર્ટમેન્ટમાં રહેમાન અબ્દુલ કરીમ શેખ રહે છે. રહેમાન શેખ પોતાની બહેન નિકાહ રફીક ઇકબાલ શેખ સાથે કર્યા હતા. બનેવી રફીક વારંવાર પત્ની સાથે ઝગડો કરતો હતો. જેથી રફિકની પત્નીએ આ અંગે ભાઈ રહેમાનને ફરિયાદ કરી હતી. દરમિયાન ગઈ કાલે બુધવારે તા. 5 જાન્યુઆરીની બપોરે કાદરશાની નાળમાં રહેમાન બનેવીને મળવા ગયો હતો અને રફિકને તેની બહેન સાથે ઝગડો નહીં કરવા તેમજ શાંતિથી રહેવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બનેવી રફિક ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસે રહેલા ચપ્પુથી સાળા રહેમાનને પેટના નીચેના ભાગે ઘા મારી દઈ ફરાર થઈ ગયો હતો. આ અંગે રહેમાને બનેવી રફીક સામે ફરિયાદ નોંધાવી હતી જેથી અઠવા પોલીસે રફીક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top