Dakshin Gujarat

લંડનના વિઝા અપાવવાના બહાને ભરૂચના સાસુ-જમાઈએ યુવકને છેતર્યો

ભરૂચ(Bhaurch) : વિદેશ (Foreign) જઈ સ્થાયી થવાની લ્હાયમાં ભરૂચના યુવકને લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. જૂના પરિચિતોએ જ યુવકની સાથે છેતરપિંડી (Fraud) કરી હોવાનો કિસ્સો પોલીસ (Police) ચોપડે નોંધાયો છે. ભરૂચમાં રહેતા માતા, પુત્રી તેમજ જમાઈએ ભૂતકાળમાં તેના પાડોશમાં રહેતા યુવકને યુકે (UK)ના વિઝા (Visa) અપાવવાના નામે રૂ.8.88 લાખની છેતરપિંડી કરી હોવાનો ગુનો દાખલ કર્યો છે.

  • UK મોકલવાના નામે ભરૂચમાં છેતરામણો ધંધો
  • ભરૂચમાં જમાઈ-પુત્રી અને સાસુએ મળી યુવકને લંડન વિઝાના દિવાસ્વપ્ન બતાવીને રૂ.૮.૮૮ લાખ ખંખેરી લીધા, પોલીસ ફરીયાદ

ભરૂચ શહેરના મુંડા ફળિયામાં રહેતા ફૈઝલ ઐયુબ શેખના પાડોશમાં 7 વર્ષ પહેલા શહેનાઝ અઝીઝુર રહેમાન કાઝી અને તેની દીકરી નોહરીન રહેતા હતા. યુવાનને કાઝી પરિવાર સાથે સંબંધો હતા. બાદમાં તેઓ કંથારીયા રોડ પર આવેલા ઝીંનન્ત બંગલોઝમાં રહેવા જતા રહ્યાં હતાં. જોકે ફૈઝલના ત્યારબાદ પણ સંબંધ જારી હતા.

ઓગસ્ટ-2020માં નોહરીન અને તેની માતા શહેનાઝ યુવાનના ઘરે આવ્યા હતા અને તેને UK જવુ હોય તો તેઓના સગા અને તેની દીકરી ત્યાં હોવાની વાતો કરી જાળમાં ફસાવ્યા હતા. નોહરીનના મુંદ્રા રહેતા પતિ રાજન નવજઅલી ખોજાને અસલમ તરીકે અને તેની દીકરી ફરોબાનું ખોટું કેરેકટર ઉભું કરાયું હતું. જેના નિકાહ આ યુવાન સાથે કરાવી આપવા અને રૂ.10 થી 15 લાખનો ખર્ચો બતાવાયો હતો.

યુવાને પોતાનો અસલ પાસપોર્ટ (Passport) અને બીજા જરૂરી તમામ દસ્તાવેજોમાં (Documents) દીકરીને આપ્યા હતા. જે બાદ Paytm, Gpay, phone pe તેમજ બે એકાઉન્ટ મારફત ઓનલાઈન 43 વખત ટ્રાન્સફર કરી કુલ રૂ.8.88 લાખમાં, દીકરી અને રાજનને આપ્યા હતા.

જોકે મહિનાઓ અને વર્ષ વીત્યા બાદ પણ U.K ના વિઝા ન આવતા પૈસા પરત માંગતા માં-દીકરી અને તેના જમાઈએ યુવાનને લંડનના નામે લૂંટયો હોવાનું જ્ઞાન થયું હતું. ફળિયામાં આવી જ દક્ષિણ આફ્રિકાના (South Africa) કોંગો (Congo) મોકલવા અન્ય યુવાન સાથે પણ 26૬ હજારની છેતરપિંડી થયું હોવાનું બહાર આવતા ભરૂચ બી ડિવિઝનમા ઠગ ત્રિપુટી સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top