Dakshin Gujarat

અશોકભાઈની કાર રોકાવી સીધા દરવાજો ખોલી કારમાં બેસી જનાર બાઈક ચાલકો મામલે ટ્વીસ્ટ

ભરૂચ, હાંસોટ: (Hansot) હાંસોટમાં લિફ્ટ (Lift) માંગી લેબર કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.૫.૫૪ લાખની લૂંટના (Loot) કેસમાં ત્રણ ઝડપાયા છે. હાંસોટ માર્ગ (Hansot Road) ઉપર ઓલપાડના લેબર કોન્ટ્રાક્ટર (Labor Contractor) પાસે લિફ્ટ (Lift) માંગી બંધક બનાવી ચલાવાયેલી લૂંટમાં એલસીબી (LCB) અને હાંસોટ પોલીસે 3 લુંટારુને કાર સાથે ઉઠાવી લીધા છે.

  • હાંસોટમાં લિફ્ટ માંગી લેબર કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.૫.૫૪ લાખની લૂંટના કેસમાં ત્રણ ઝડપાયા
  • કારની ડીકીમાં રૂ.૩ લાખ ભરેલી બેગ મુદ્દે ફરિયાદી જ હાલ શંકાના દાયરામાં

હાંસોટના ઓભા અને પાંજરોલી ગામ વચ્ચે પાંચ દિવસ પહેલાં સાંજના સુમારે ઓલપાડના મોર ગામે રહેતા અશોક મનસુખ બામણિયા કાર લઈ ગંધાર જતા હતા. લેબર કોન્ટ્રાક્ટરને બાઇક ઉપર આવેલા 3 શખ્સે રોકી લિફ્ટ માંગી હતી. બાદ બંધક બનાવી કાર, એટીએમ કાર્ડ, મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી ચાલકને રસ્તા ઉપર ફેંકી ફરાર થઇ ગયા હતા. રૂ.૫.૫૪ લાખની લૂંટની આ ઘટનાની તપાસ માટે ભરૂચ LCB સહિતની ટીમ કામે લાગી હતી. હાઇવેની હોટલો, ઢાબા સહિતના વિસ્તારોમાં સ્થળ તપાસ, CCTV ચેકિંગ, હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ટીમો 4 દિવસથી લૂંટનો ગુનો ડિટેક્ટ કરવા તપાસમાં હતી. દરમિયાન લૂંટમાં ગયેલી સફેદ રંગની વેન્ટો કાર સુરતના અમરોલીમાં હોવાની બાતમી મળી હતી. આ કાર સાથે ત્રણ આરોપીને પકડી લેવાયા હતા. પોલીસે કાર, રોકડા રૂ.૬૮૦૦, એરગન, ૪ મોબાઈલ મળી રૂ.૩.૦૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

હાલ અમરોલીમાં રહેતા આરોપીઓ ઋષિ રઘુ કળોતરા, ભરત ભનુ ઉર્ફે રાજુ મારુ અને યોગેશ ઉર્ફે યોગી મનસુખ હેલૈયા લૂંટ પહેલાં જે-તે માર્ગ અને ભૌગોલિક વિસ્તારથી અવગત થતા હતા. એ બાદ બાઇક ઉપર ત્રણ સવારી નીકળી એકલડોકલ જતાં વાહનોને નિશાન બનાવતાં લિફ્ટના બહાને વાહન ઊભું રાખી એરગન બતાવી બંધક બનાવી લૂંટીને ફરાર થઇ જતા હતા.

જો કે, આરોપીઓ અત્યાર સુધીની પોલીસ પૂછપરછમાં કારની ડીકીમાં રોકડા 3 લાખ ભરેલી VIPની કોઈ બેગ નહીં હોવાની જ કેફિયત વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે સુટકેશમાં રોકડા ૩ લાખને લઈ ફરિયાદી લેબર કોન્ટ્રાક્ટર પણ હાલ શંકાના ઘેરામાં આવ્યો છે. આ અંગે પોલીસે ઉલટતપાસ સાથે ઝડપાયેલા ૩ લુંટારુનાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top