Gujarat

ગુજરાતમાં હવે પાંચ દિવસ વરસાદ પડવાની વકી

ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં એક તરફ ગરમી (Hot) વધી રહી છે , તો બીજી તરફ વાદળો ઘસી આવતા આગામી પાંચ દિવસ માટે માવઠાના (Rain) એંધાણ છે. જેના કારણે ખેડૂતોનાં (Farmer) ઘઉં સહિતનો ઊભા પાકને નુકસાન થાય તેવી સંભાવનાના પગલે જગતનો તાત ચિંતામાં મૂકાયો છે.

  • ગુજરાતમાં હવે પાંચ દિ’ માવઠુ થશે, આકાશમાં વાદળો ઘસી આવ્યા
  • વાદળોની સાથે ગરમીનો પારો સુરતમાં 40 ડિગ્રીએ પહોંચ્યો

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, અમદાવાદ, ડાંગ, તાપી, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, કચ્છ, ગીર સોમનાથ અને જુનાગઢ સહિતના જિલ્લાઓમાં આવતીકાલ તા.5થી 9મી માર્ચ સુધી માવઠાની શકયતા રહેલી છે. જોકે આજે દિવસ દરમ્યાન વાદળોની સાથે ગરમી વધી જવા પામી હતી. રાજયમાં એકલા સુરતમાં માર્ચના આરંભમાં જ આજે ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો હતો.

અમદાવાદ એરપોર્ટ પરથી હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 39 ડિ.સે., ગાંધીનગરમાં 38 ડિ.સે., ડીસામાં 37 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 39 ડિ.સે., વડોદરામાં 38 ડિ.સે., સુરતમાં 40 ડિ.સે., ભૂજમાં 39 ડિ.સે., નલિયામાં 37 ડિ.સે., કંડલા એરપોર્ટમાં 38 ડિ.સે., અમરેલીમાં 38 ડિ.સે., ભાવનગરમાં 37 ડિ.સે.,રાજકોટમાં 39 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 39 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાયુ હતું. જયારે રાજયમાં ગાંધીનગરમાં 16 ડિ.સે., લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજયમાં આજે નલિયા, ભાવનગર, દિવ અને મહુવા ખાતે 19 ડિગ્રી ઠંડી એટલે કે લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.

Most Popular

To Top