Charchapatra

ભારતરત્ન લતા મંગેશકર ૯૨ ના થયાં

ભારતરત્ન સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનો આજે તા.૨૮ સપ્ટેમ્બરે જન્મ દિવસ છે. તેઓશ્રી ૯૨ વર્ષનાં થયાં. તેમને જન્મદિવસની અનેકાનેક વધાઈ. જુદી જુદી જગ્યાએ તેઓશ્રીએ કહેલી વાત મુજબ તેમની ગાયકીમાં તેઓ નેચરલ ટેલેન્ટનો હિસ્સો ૭૫% અને બાકીનો હિસ્સો મહેનતનો માનતા. તેમના પિતાશ્રી એવું કહેતા કે ગાવા માટે કોઈ પણ પ્રકારનાં બંધનો જરૂરી નથી, ગાતાં રહેવું એ જરૂરી છે એટલે તેઓશ્રીએ ખાણીપીણીમાં પણ બંધન રાખ્યાં નહોતાં.

તેઓ જયારે ટીન એજમાં હતાં ત્યારે તેમના પિતાશ્રીનું અવસાન થવાને કારણે ઘરમાં સૌથી મોટા હોવાને કારણે ઘર ચલાવવાની જવાબદારી તેમના પર આવી પડી હતી. લોકોનું કહેવું એવું હતું કે તેમનો અવાજ પાતળો હોવાને કારણે પ્લે બેક સિંગર નહીં બની શકે પરંતું માસ્ટર ગુલામ હૈદરે મક્કમ રહીને તેમને તક આપી હતી. તેમનાં જેટલાં ગીતો અને તે પણ જુદી જુદી ભાષામાં ભાગ્યે જ કોઈએ ગાયાં હશે. તેમના જન્મ દિવસ નિમિત્તે અભિનંદન અને સ્વસ્થ દીર્ઘાયુ માટે શુભેચ્છાઓ.                                                              
 સુરત     – સુરેન્દ્ર દલાલ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top