Business

તાઇવાતાઇવાન- ચીન વચ્ચે સંઘર્ષ વધશે તો દુનિયામાં ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુના ઉત્પાદન ઉપર ગંભીર અસર થશેન- ચીન વચ્ચે સંઘર્ષ વધશે તો દુનિયામાં ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુના ઉત્પાદન ઉપર ગંભીર અસર થશે

ચીન અને તાઈવાન વચ્ચેની સ્થિતિ છેલ્લા કેટલાય દિવસોથી સ્ફોટક બનેલી છે. ચીન તાઈવાનને ડરાવવા માટે પોતાના વિમાનો અને યુધ્ધ જહાજોને છાશવારે તાઈવાનની સીમામાં મોકલી રહ્યુ છે. જોકે હવે તાઈવાને પણ આકરુ વલણ અપનાવીને ચીનના એક ડ્રોનને તોડી પાડયુ છે. આ ડ્રોન વિમાન તાઈવાનની હવાઈ સરહદની અંદર સેંકડો કિમી સુધી ઘુસી આવ્યુ હતુ. એ પછી તાઈવાનની સેનાએ આ ડ્રોનને તોડી પાડ્યુ છે. ડ્રોન દ્વારા પણ ચીન વારંવાર ઘૂસણખોરી કરી રહ્યુ હતુ અને તેનાથી તાઈવાનની નારાજગી વધી ગઈ હતી. ગઈકાલે જ્યારે આ ડ્રોન તાઈવાનની વાયુસીમાને ક્રોસ કરી ગયુ ત્યારે તાઈવાનની વાયુસેનાએ પહેલા તો ચેતવણી આપી હતી પણ તેની કોઈ અસર નહીં દેખાતા આખરે ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. 31 ઓગસ્ટે પણ આ પ્રકારની ઘટના બની હતી અને તે સમયે ચીની ડ્રોન પર તાબડતોબ ફાયરિંગ કરવામાં આવતા આ ડ્રોન ભાગી છુટયું હતું.

ચીન અને તાઈવાન વચ્ચેની સ્થિતિ છેલ્લા કેટલાય દિવસોથી સ્ફોટક બનેલી છે. ચીન તાઈવાનને ડરાવવા માટે પોતાના વિમાનો અને યુધ્ધ જહાજોને છાશવારે તાઈવાનની સીમામાં મોકલી રહ્યુ છે. જોકે હવે તાઈવાને પણ આકરુ વલણ અપનાવીને ચીનના એક ડ્રોનને તોડી પાડયુ છે. આ ડ્રોન વિમાન તાઈવાનની હવાઈ સરહદની અંદર સેંકડો કિમી સુધી ઘુસી આવ્યુ હતુ. એ પછી તાઈવાનની સેનાએ આ ડ્રોનને તોડી પાડ્યુ છે. ડ્રોન દ્વારા પણ ચીન વારંવાર ઘૂસણખોરી કરી રહ્યુ હતુ અને તેનાથી તાઈવાનની નારાજગી વધી ગઈ હતી. ગઈકાલે જ્યારે આ ડ્રોન તાઈવાનની વાયુસીમાને ક્રોસ કરી ગયુ ત્યારે તાઈવાનની વાયુસેનાએ પહેલા તો ચેતવણી આપી હતી પણ તેની કોઈ અસર નહીં દેખાતા આખરે ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું.
31 ઓગસ્ટે પણ આ પ્રકારની ઘટના બની હતી અને તે સમયે ચીની ડ્રોન પર તાબડતોબ ફાયરિંગ કરવામાં આવતા આ ડ્રોન ભાગી છુટયું હતું.
ગયા મહિને અમેરિકાની સંસદના સ્પીકર નાન્સી પેલોસીએ તાઈવાનની મુલાકાત લીધી છે ત્યારથી ચીન બરાબર અકળાયેલુ છે અને છાશવારે તાઈવાનને ઉશ્કેરવા માટેની હરકતો કરી રહ્યુ છે. તાઇવાન અને ચીનના વિવાદ ઉપર એક નજર કરીએ તો ઇસ ૧૬૪૨ના કોલોનિયલકાળમાં તાઇવાન પર હોલેન્ડનો કબ્જો હતો. ત્યાર પછી ચીનમાં મિંગ વંશનું પતન થતા મંચુઓના ચિંગ રાજવંશનું ૧૬૮૩ થી ૧૮૯૫ સુધી તાઇવાન પર શાસન રહયું હતું. ૧૮૯૫માં જાપાને ચીનને પરાજય આપતા તાઇવાન જાપાનના હાથમાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હાર થતા અમેરિકા અને બ્રિટને તાઇવાનને ચીનના મોટા રાજનેતા અને મિલિટરી કમાંડર ચિયાંગ કાઇ શેકને સોંપવાનું નકકી કર્યુ હતું.
૧૯૪૯માં ચીનમાં ચિયાંગ કાંઇ શેક અને કમ્યૂનિસ્ટ સમર્થકો વચ્ચે ગૃહયુધ્ધ ફાટી નિકળ્યું હતું. માઓત્સે તુંગના નેતૃત્વમાં ક્મ્યૂનિસ્ટોએ ચિયાંગ કાઇ શેકના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કુઓમિંગતાંગ પાર્ટીને પરાજીત કરતા ચિયાંગ કાંઇ શેક ચીનથી ભાગીને તાઇવાન આવ્યા હતા. એ સમયનું રાંકડુ ચીન તાઇવાન સામે મોટી કાર્યવાહી કરી શકે તેવી સ્થિતિમાં ન હતું.
તાઇવાનમાં રિપબ્લીક ઓફ ચાઇના(આરઓસી) ની સ્થાપના થઇ જયારે સામ્યવાદીઓએ પીપલ્સ રિપબ્લીક ઓફ ચાઇના (પીઆરસી) ની સ્થાપના કરી હતી. આ બંને પક્ષો પોતે દુનિયામાં પૂર્ણ ચીનનું પ્રતિનિધિત્વ કરતા હોવાનો દાવો કરતા રહ્યાં હતાં. શિતયુદ્ધના સમયમાં તાઇવાન અને ચીનના મુદ્વે દુનિયા વહેચાયેલી રહી પરંતુ અમેરિકા સતત તાઇવાનની પડખે રહયું હતું. જો કે, હવે તાઇવાન પણ ચીન ઉપર વળતો પ્રહાર કરી રહ્યું છે જેના કારણે વિવાદ શમવાને બદલે વધે તેવી શક્યતા છે. કારણ કે, બંને દેશો એક બીજાને બાનમાં લેવાના તમામ પ્રયત્નો કરી રહ્યાં છે. જો કે, હાલની સ્થિતિની જો વાત કરીએ તો દુનિયાની દરેક ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ સેમી કન્ડક્ટર ચીપ્સ ઉપર જ ચાલે છે. અને તાઇવાન, ચીન, કોરિયા અને મલેશિયા તેના સૌથી મોટા ઉત્પાદક છે. જો આ બે દેશ વચ્ચે તણાવ વધશે તો સેમી કન્ડક્ટર ચીપ્સની સપ્લાય ચેઇન બંધ થઇ જશે. જેના કારણે ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુના ઉત્પાદન ઉપર ગંભીર અસર પહોંચશે તે વાતમાં કોઇ બેમત નથી.

ગયા મહિને અમેરિકાની સંસદના સ્પીકર નાન્સી પેલોસીએ તાઈવાનની મુલાકાત લીધી છે ત્યારથી ચીન બરાબર અકળાયેલુ છે અને છાશવારે તાઈવાનને ઉશ્કેરવા માટેની હરકતો કરી રહ્યુ છે. તાઇવાન અને ચીનના વિવાદ ઉપર એક નજર કરીએ તો ઇસ ૧૬૪૨ના કોલોનિયલકાળમાં તાઇવાન પર હોલેન્ડનો કબ્જો હતો. ત્યાર પછી ચીનમાં મિંગ વંશનું પતન થતા મંચુઓના ચિંગ રાજવંશનું ૧૬૮૩ થી ૧૮૯૫ સુધી તાઇવાન પર શાસન રહયું હતું. ૧૮૯૫માં જાપાને ચીનને પરાજય આપતા તાઇવાન જાપાનના હાથમાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હાર થતા અમેરિકા અને બ્રિટને તાઇવાનને ચીનના મોટા રાજનેતા અને મિલિટરી કમાંડર ચિયાંગ કાઇ શેકને સોંપવાનું નકકી કર્યુ હતું.

૧૯૪૯માં ચીનમાં ચિયાંગ કાંઇ શેક અને કમ્યૂનિસ્ટ સમર્થકો વચ્ચે ગૃહયુધ્ધ ફાટી નિકળ્યું હતું. માઓત્સે તુંગના નેતૃત્વમાં ક્મ્યૂનિસ્ટોએ ચિયાંગ કાઇ શેકના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કુઓમિંગતાંગ પાર્ટીને પરાજીત કરતા ચિયાંગ કાંઇ શેક ચીનથી ભાગીને તાઇવાન આવ્યા હતા. એ સમયનું રાંકડુ ચીન તાઇવાન સામે મોટી કાર્યવાહી કરી શકે તેવી સ્થિતિમાં ન હતું.
તાઇવાનમાં રિપબ્લીક ઓફ ચાઇના(આરઓસી) ની સ્થાપના થઇ જયારે સામ્યવાદીઓએ પીપલ્સ રિપબ્લીક ઓફ ચાઇના (પીઆરસી) ની સ્થાપના કરી હતી. આ બંને પક્ષો પોતે દુનિયામાં પૂર્ણ ચીનનું પ્રતિનિધિત્વ કરતા હોવાનો દાવો કરતા રહ્યાં હતાં.

શિતયુદ્ધના સમયમાં તાઇવાન અને ચીનના મુદ્વે દુનિયા વહેચાયેલી રહી પરંતુ અમેરિકા સતત તાઇવાનની પડખે રહયું હતું. જો કે, હવે તાઇવાન પણ ચીન ઉપર વળતો પ્રહાર કરી રહ્યું છે જેના કારણે વિવાદ શમવાને બદલે વધે તેવી શક્યતા છે. કારણ કે, બંને દેશો એક બીજાને બાનમાં લેવાના તમામ પ્રયત્નો કરી રહ્યાં છે. જો કે, હાલની સ્થિતિની જો વાત કરીએ તો દુનિયાની દરેક ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ સેમી કન્ડક્ટર ચીપ્સ ઉપર જ ચાલે છે. અને તાઇવાન, ચીન, કોરિયા અને મલેશિયા તેના સૌથી મોટા ઉત્પાદક છે. જો આ બે દેશ વચ્ચે તણાવ વધશે તો સેમી કન્ડક્ટર ચીપ્સની સપ્લાય ચેઇન બંધ થઇ જશે. જેના કારણે ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુના ઉત્પાદન ઉપર ગંભીર અસર પહોંચશે તે વાતમાં કોઇ બેમત નથી.

Most Popular

To Top