Sports

BCCI એ જાહેર કર્યું 8 મહિનાનું ક્રિકેટ કેલેન્ડર: જાણો ક્યાં અને કોની સામે ભારતીય ખેલાડીઓ રમશે મેચ

ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે. આજે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા 8 મહિનાનું ક્રિકેટ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આમ આગામી 8 મહિના સુધી ક્રિકેટ રસીયાઓને ટેસ્ટ, વન ડે અને ટી-20 મેચોની ભરપૂર મજા માણવાની તક મળશે. નવેમ્બર 2021થી શરૂ થનારો ક્રિકેટ કાર્નિવલ નોનસ્ટોપ 8 મહિના સુધી એન્જોયમેન્ટનો બમ્પર ડોઝ આપશે.

  • બીસીસીઆઇ (BCCI) દ્વારા 8 મહિનાનાનું ક્રિકેટ કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું
  • ન્યૂઝીલેન્ડ, વેસ્ટઇન્ડિઝ, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાની ટીમ ભારત પ્રવાસે આવશે
    ભારતીય ટીમ ડિસેમ્બર-21, જાન્યુઆરી-22માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે
  • એપ્રિલ-મે 2022માં આઇપીએલ (IPL)નું આયોજન થશે

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર 8 મહિનાના આ ગાળામાં નવેમ્બર-ડિસેમ્બરમાં ન્યુઝીલેન્ડ, ફેબ્રુઆરી 2022માં વેસ્ટઇન્ડિઝ (WestIndies), ફેબ્રુઆરી-માર્ચ 2022માં શ્રીલંકા (Srilanka) અને જૂન 2022માં દક્ષિણ આફ્રિકાની (South Africa) ટીમ ભારતના પ્રવાસે આવશે. ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) નવેમ્બર 2021થી જૂન 2022 દરમિયાન પોતાના ઘરઆંગણે ચાર ટેસ્ટ, ત્રણ વન ડે અને 14 ટી-20 મેચ રમશે. આ સમયગાળા દરમિયાન જ ભારતીય ટીમ ડિસેમ્બર 2021-જાન્યુઆરી-2022માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે અને એપ્રિલ-મે 2022માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું આયોજન થશે.

ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ (NewZealand) સામે બે ટેસ્ટ અને ત્રણ ટી-20 મેચની સીરિઝ રમશે, જ્યારે વેસ્ટઇન્ડિઝની સામે ત્રણ વન ડે અને પાંચ ટી-20 મેચની સીરિઝ રમશે. શ્રીલંકાની ટીમના ભારત પ્રવાસમાં બે ટેસ્ટ અને 3 ટી-20 મેચની સીરિઝ રમાશે. દક્ષિણ આફ્રિકાની ટીમનો ભારત પ્રવાસ માત્ર 10 દિવસનો જ હશે અને તેમાં તેઓ ભારતીય ટીમ સામે 5 ટી-20 મેચની સીરિઝ રમશે. BCCIના એક અધિકારીએ કહ્યું હતું કે અમે 14 ટી-20 મેચનું આયોજન એટલા માટે કર્યું છે કે એક વર્ષની અંદર જ ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડકપ રમાવાનો છે. એ મોટા આયોજન પહેલા આપણે પૂરતી સંખ્યામાં મેચ રમવાની જરૂર છે.

ચાર ટેસ્ટ મેચોમાંથી ન્યુઝીલેન્ડ સામેની બે મેચો કાનપુર અને મુંબઇમાં રમાશે, જ્યારે શ્રીલંકા સામેની મેચોની યજમાની બેંગલુરૂ અને મોહાલીને સોંપવામાં આવી છે. રોટેશનન પોલિસી હેઠળ મર્યાદિત ઓવરોની કુલ 17 મેચો માટે સ્થળોની પસંદગી કરવામાં આવી છે અને તે અનુસાર જયપુર, રાંચી, લખનઉ, વિશાખાપટ્ટનમ, કોલકાતા, અમદાવાદ, કટક, ત્રિવેન્દ્રમ, ચેન્નાઇ, રાજકોટ, દિલ્હીને યજમાનીની તક મળશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડનો પ્રવાસ ખેડીને આવી છે. જ્યાં 5 ટેસ્ટ પૈકી 1 ટેસ્ટ રદ થઈ હતી અને 2-2 ટેસ્ટ બંને ટીમો જીતી હતી. આ પ્રવાસમાં ભારતના કોચ રવિ શાસ્ત્રી સહિત સપોર્ટ સ્ટાફ કોરોના ગ્રસ્ત થયો હતો. ઈંગ્લેન્ડના પ્રવાસથી ભારતીય ટીમ સીધી જ UAE ગઈ છે. જ્યાં 19 સપ્ટેમ્બરથી IPL Phase-2

Most Popular

To Top