Gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અસઉદ્દીન અવૈસી પોતાના ઉમેદવારો ઊભા રાખશે!

અમદાવાદ: (Ahmedabad) ઓલ ઇન્ડિયા મજલીસ-એ-ઇતેહાદુલ મુસ્લિમ (એઆઈએમઆઈએમ) (AIMIM) ના વડા અસદુદ્દીન અવૈસી (Asaduddin Owaisi) આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેઓની ગુજરાત અમદાવાદ મુલાકાત પાછળનો આશય ઉત્તર પ્રદેશના માફિયા ડોન અતિક અહમદને સાબરમતી જેલમાં મળવાનો હતો. જોકે તેઓને મળવાની પરવાનગી આપવામાં આવી નહોતી. અમદાવાદમાં આવેલા અસઉદ્દીન અવૈસીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Assembly Election) તેમનો પક્ષ ભાગ લેશે, અને ૮૦થી વધુ બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઊભા રાખશે. તાજેતરમાં જ અમદાવાદ મનપાની ચૂંટણીમાં આઈએમઆઈએમના સાત જેટલા કોર્પોરેટરોએ જીત મેળવી છે. જેના પગલે ગુજરાતમાં અસઉદ્દીન અવૈસીની પાર્ટી (Party) મજબૂત બની રહી હોવાનો દાવો કર્યો હતો.

  • કોંગ્રેસના એક કોર્પોરેટર અવૈસીને મળતા ખળભળાટ, અમદાવાદ મનપામાં કોગ્રેસના સભ્યો તૂટવાની આશંકા
  • તેઓની ગુજરાત અમદાવાદ મુલાકાત પાછળનો આશય ઉત્તર પ્રદેશના માફિયા ડોન અતિક અહમદને સાબરમતી જેલમાં મળવાનો હતો

જો ગુજરાતમાં એઆઈએમઆઈએમ ચૂંટણી મેદાનમાં ઝંપલાવે તો ગુજરાત વિધાનસભાની ૧૨ જેટલી બેઠકોના પરિણામ ઉપર અસર પાડી શકે તેમ છે. અસઉદ્દીન અવૈસીની પાર્ટીના આવવાથી કોંગ્રેસને મોટું નુકસાન થાય તેવી સંભાવનાઓ જણાય છે. ગુજરાતમાં વિધાનસભાની ૧૨ જેટલી બેઠકો ઉપર મુસ્લિમ મતદારોનું ખાસ્સુ એવું પ્રભુત્વ છે, અને મુસ્લિમ મતદારોના પ્રભાવને કારણે પરિણામ પર પણ તેની અસર જોવા મળી શકે છે. તેવામાં જો અસઉદ્દીન અવૈસીની પાર્ટી વિધાનસભામાં ઉમેદવારો ઊભા રાખે તો ભાજપ-કોંગ્રેસના પરિણામો ઉપર અસર પડી શકે તેમ છે.

બીજી તરફ અમદાવાદ મનપાના માં કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદખાન અસઉદ્દીન અવૈસીને મળવા પહોંચી ગયા હતા. જેના પગલે કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. એવી વાતો વહેતી થઈ હતી કે, શહેજાદખાનને મનપામાં કોગ્રેસ તરફથી વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવ્યા નથી. જેથી તેઓ નારાજ છે, અને તેથી તેઓ એઆઈએમઆઈએમમાં જોડાશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રવકતાએ જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ કોઈને પણ મળવા જઈ શકે છે, એનો મતલબ એવો નથી કે તે પાર્ટી છોડીને જાય છે. અસઉદ્દીન અવૈસીની પાર્ટી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉભા રાખવાની છે, તે બાબતે કોંગ્રેસ છે કહ્યું હતું કે અસઉદ્દીન અવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમએ ભાજપની બી વિંગ છે. મુસ્લિમ મતોના ધ્રુવીકરણ માટે તેઓને ગુજરાતની ચૂંટણીમાં લાવવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top