સરકારે એનેલોગ પનીર પર પ્રતિબંધ મુક્યો છે તે ઉચિત પગલું છે. આ પનીર પણ એક જાતનું નકલી પનીર જ છે.આવા સ્વાસ્થ્યને હાની પહોંચાડનાર પનીરનો રોજ બરોજમાં ઉપયોગ થતો હતો. એ સિવાયના પણ ડુપ્લીકેટ પનીરનું વેચાણ થતું હતું. આવા શરીરને હાની પહોંચાડનારા ખોરાકથી આપણા સ્વાસ્થ્યને નુકશાન થયા છે. દૂધમાંથી જો પનીર બનવવામાં આવે તો ૫:૧ ના રેશિયા પ્રમાણે બનતું હોય છે. આ પનીર ખાવા લાયક હોય છે. વળી આ પનીર ડેરીવાળા કે હોતાલ્વાલાને બનાવવાનું પોષાતું હોતું નથી. એનેલોગ પનીર પ્રમાણમાં સસ્તું હોય છે. એટલે પનીર વેચનારા પણ નફાખોરી ખાતર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે.
બીજું કે, આજકાલ તો ભેળસેળવાળું દૂધ પણ વેચાતું હોય છે. એટલું જ નહી અન્ય ખાવાની ચીજ વસ્તુઓ પણ ભેળસેળવાળી જ હોય છે. સરકારે તો આ ભેળસેળ પર પ્રતિબંધ મુક્યો છે. પનીર અસલી છે કે નકલી તે પણ જાણવું પડશે.જો કે હવે પનીર બનાવનારા થોડા સાવધ થઈ જશે. આપણે ત્યાં જરૂરિયાત કરતા ઓછું દૂધનું ઉત્પાદન થાય છે. બીજું હવે નફાખોરીનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે તેની સાથે છેતરપીંડીનું પ્રમાણ પણ વધતું જાય છે.
નવસારી – હિતેન્દ્ર ટેલર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.