Health

આયુર્વેદની આ સારવાર વેન્ટીલેટર પરના દર્દીઓને પણ સાજા કરી દે છે, ઓક્સિજન લેવલ વધી જાય છે

સુરતઃ (Surat) સમગ્ર વિશ્વને પડકારરૂપ બનેલો કોરોના વાઈરસ હજી સુધી તબીબો અને વૈજ્ઞાનિકો સમજી શક્યા નથી. ત્યારે હજારો વર્ષ જુના આયુર્વેદમાં કોરોના જેવા વાયરસોની સામે લડવા માટે પણ અનેક ઔષધિઓ સામેલ હોવાના દાવાઓ વખતોવખત થયા છે. કોરોનાની સામે લડવા માટે એલોપેથી પણ મેડિકલ ઇન્ફાસ્ટ્રક્ચરના અભાવે વ્યર્થ સાબિત થઈ રહી છે ત્યારે આયુર્વેદ (Ayurved) એકમાત્ર ઉપચાર છે જે દર્દીઓને સાજા (Recover) કરી રહ્યો છે. કોઇ પણ આયુર્વેદિક કે એલોપથી ઉપાય કરતાં પહેલા તમારા શરીરની પ્રકૃતિ અને શારિરિક તકલીફો અંગે કોઇ અધિકૃત ડૉકટર કે આયુર્વેદ ચિકિત્સક પાસેથી જાણી તથા માર્ગદર્શન મેળવી યોગ્ય આહાર વિહાર અને ઉપચાર કરવાથી 100 ટકા લાભ થાય છે. જરુર છે યોગ્ય પરેજી સાથેની આહાર વિહારને ઉપચાર કરવાની અને એ સાથે ધીરજ જાળવવાની જરીર છે. આયુર્વેદીક ઔષધો પણ તમારી પ્રકૃતીને અનુકુળ હોય તેજ ઔષધો લેવાં. બધાં ઔષધો દરેકને માટે અનુકુળ નથી હોતાં. આથી જ આયુર્વેદમાં એક જ સમસ્યામાં ઘણાં ઔષધો બતાવવામાં આવે છે.

90 નીચે ઓક્સિજન જાય તો આયુર્વેદમાં ઇલાજ

જે દર્દીને ઓક્સિજન લેવલ 90 થી નીચે હોય તેમને દર કલાકે નાસ લેવાનો હોય છે. રાયનો પાઉડર, અજમાનો પાઉડર, તજ લવીંગ, મરી, તુલસીનો અને સુંઠનો પાઉડર નાખીને કલાકે કલાકે નાસ લેવાનો. નાસ લેતી વખતે જાડો ટોવેલ ઓઢી લેવો. જે દર્દીનું ઓક્સિજન લેવલ 95 થી નીચે જાય કે ઓક્સિજન સામાન્ય કરતા ડાઉન થાય એટલે ત્રણ-ત્રણ કલાકે નાસ લેવાથી ગણતરીના કલાકોમાં પરિણામ દેખાશે. આ સિવાય શ્વાસકસ ચિંતામણી રસ, મહાલક્ષ્મી વિલાસ રસ, ત્રિભૂવન કીર્તી રસ, સુવર્ણ મકરધ્વજ વાટી લાઈફ સેવીંગ આયુર્વેદીક ડ્રગ્સ છે. જે તબીબની સલાહ મુજબ દર્દીને આપવામાં આવે તો વેન્ટીલેટર ઉપર રહેલા દર્દીને પણ બચાવી શકાય છે. પખવાડિયામાં 150 થી 200 દર્દી આઈસીયુમાંથી બહાર આવ્યા. તેમને 48 કલાક માત્ર મગનું સુપ, સફરજનનું સુપ, ગોળ-લીંબુ-પુદીનાનું ગરમ શરબત આપવામાં આવે તો ગણતરીના દિવસમાં સાજા થાય છે.

કોરોના થાય પછી શુ કરવું અને શુ ન કરવું

કોરોનાના દર્દીઓની છાતી કફથી જામી જાય તેનું મુખ્ય કારણ જેઓ રાત્રે દૂધ પીતા હોય છે

આયુર્વેદ મુજબ દૂધ કફવર્ધક છે. કોરોના થયા પછી હળદરવાલુ દૂધ નુકશાન કરે છે. દર્દી સારા થવા જ્યુશ ચાલુ કરે છે. જે ખોટુ માનવામાં આવે છે. કોરોના થયો હોય તેવા દર્દીએ સુંઠ અને ધાણા એક-એક ચમચી ઉકાળી પાણીમાં ગાળીને આખો દિવસ તરસ લાગે એટલે આ પાણી પીતા રહેવું. એટલે ગળફા બહાર આવવા લાગે અને ભુખ લાગે છે. દર્દીને એટલે ઓક્સિજન ઉપર આવે છે. કોરોના થયો હોય તે દર્દીએ ઘઉં બંધ કરી દેવા અને કોરોનામાં જુવારના રોટલા, લીલા શાાકભાજીનો ખોરાક લેવો. જેનું ઓક્સિજન ઓછુ જાય તેમને આટલી વસ્તુ લેવાથી તેમા સુધાર દેખાય છે.

કોરોના થયો હોય તેવા દર્દીઓ તબીબની સલાહ બાદ આ ઇલાજ કરી શકે

વેન્ટીલેટર ઉપર અને બાયપેપ ઉપર હોય તેવા દર્દીઓ માટે પણ આયુર્વેદમાં દવાઓ કહેલી છે. જેનાથી દર્દીઓને ગણતરીના કલાકોમાં સારુ થાય છે. કોરોના થયા બાદ પહેલા તો સમસમવટી અને સુદર્શન ઘનવટીની બે ગોળી ત્રણ વખત લેવાની. ખાસી હોય તેવા દર્દીને છાતી ઉપર વીસ મિનિટ રાયના તેલની માલીસ કરવાની. પછી આંકડાના પાન ગરમ કરી છાતી ઉપર મુકી અને બ્લેનકેટ ઓઢી લેવું. જેથી કફ ઓગળે અને દર્દીને ફરક પડે છે.

Most Popular

To Top