World

મેલબોર્નમાં હિંદુ મંદિર ઉપર હુમલો કરી ખાલિસ્તાન ઝિંદાબાદ અને હિન્દુસ્તાન મુર્દાબાદ લખવામાં આવ્યું

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં (Australia) હિંદુ મંદિરમાં 15 દિવસમાં જ ત્રીજા હિંદુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નના આલ્બર્ટ પાર્ક સ્થિત ઈસ્કોન મંદિરમાં રવિવારની વહેલી સવારના રોજ હુમલો (Attack) કરવાાં આવ્યો હતો. રવિવારે ખાલિસ્તાની સમર્થકોએ મંદિરમાં (Temple) તોડફોડ કરી હતી એટલું જ નહીં મંદિરની દિવાલો પર ખાલિસ્તાન ઝિંદાબાદ અને હિન્દુસ્તાન મુર્દાબાદ પણ લખ્યું હતું.

ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર બેરી ઓ’ફેરેલે મંદિરોની તોડફોડ અંગે નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે તેઓ મંદિરમાં થયેલા હુમલા અંગેની ઘટનાથી ચિંતિત છે. તેઓએ વધુમાં કહ્યું કે ઓસ્ટ્રેલિયા કોઈપણ પ્રકારની નફરતભરી ભાષણ કે હિંસા સહન કરતું નથી. ઓસ્ટ્રેલિયાની સરકાર આ મામલે તપાસ કરી રહી છે. તેમજ આવી ધટનાને અંજામ આપનારને કઠોરથી કઠોર સજા થશે.

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં જે મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી તેના પૂજારી અર્જુન સખા દાસે નિવેદન આપતાં તે સમયની સ્થિતિ જણાવતા કહ્યું હતું કે સાંજે લગભગ 4.15 વાગ્યે અન્ય પૂજારીએ તેમને આ ધટના અંગેની જાણ કરી હતી. બીજા પૂજારીએ અર્જુન દાસને કહ્યું કે કેટલાક લોકોએ મંદિરમાં તોડફોડ કરી હતી અને દિવાલો પર ભારત વિરુદ્ધ સૂત્રો લખ્યા હતા.

પૂજારી અર્જુન દાસે કહ્યું કે ઘટના સ્થળ ઉપર હાજર બીજા પૂજારી માટે આ ધટના જોવી ખૂબ જ ડરામણી હતી. અર્જુન દાસે વધુમાં કહ્યું કે તેઓ મંદિરની બહાર રહે છે. ધટનાની જાણ થતા જયારે તેઓ મંદિર પાસે પહોંચ્યા ત્યારે તેઓએ બહારથી જ ડરામણા દ્રશ્યો જોયા હતાં. પૂજારી અર્જુન દાસે વધુમાં જણાવ્યું કે ખાલિસ્તાની સમર્થકોએ મંદિરના માત્ર બહારના ભાગને નુકસાન પહોંચાડ્યું હતું. મંદિરની અંદરનો ભાગ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

પૂજારી દાસે વધુમાં જણાવ્યું કે લોકોને આ વાતની જાણ થતાં જ તેમને સમુદાયના લોકો તરફથી અસંખ્ય સંદેશા મળવા લાગ્યા હતાં. સાથે જ સવારે સાડા ચાર વાગ્યે યોજાનારી પ્રથમ પૂજામાં હાજરી આપવા આવેલા લોકોએ પણ બહાર આખું દ્રશ્ય જોયું હતું. મંદિરના પૂજારી અર્જુન દાસે વધુમાં કહ્યું કે હિંદુ ધર્મના હોવાથી અમે ખૂબ જ ચિંતિત છીએ.

જણાવી દઈએ કે અગાઉ પણ બે મંદિરો પર હુમલા થઈ ચૂક્યા છે. પૂજારી દાસે કહ્યું કે, અમે પણ ખૂબ જ સાવચેત હતા, કારણ કે આ મંદિર માત્ર મેલબોર્નમાં જ પ્રખ્યાત નથી પણ સૌથી જૂના મંદિરોમાંનું એક છે. મંદિરના પૂજારીએ વધુમાં જણાવ્યું કે, સવારે લગભગ 9.30 વાગે તેમણે પોલીસ અધિકારીઓને આ અંગેની પ્રથમ માહિતી આપી હતી. પોલીસ અધિકારીઓએ ખૂબ જ સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.

પૂજારી દાસે વધુમાં જણાવ્યું હતું કે જે અધિકારીઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે તેઓએ મને આ વિશે વધુ માહિતી મેળવવા માટે ઘણા ફોન કર્યા હતા. આ સાથે તેઓ પડોશમાં રહેતા લોકોના સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા હતાં.

Most Popular

To Top