SURAT

સુરત: વેડરોડના બુટલેગર પિયુષ ડાભી પર ચપ્પુથી જીવલેણ હુમલો, CCTV

સુરત(Surat): સુરતમાં ક્રાઈમ રેટ દિનપ્રતિદિન ઊંચો જઈ રહ્યો છે. અહીં નાની નાની વાતોમાં ચપ્પુ ઉછળવા લાગ્યા છે. આવી જ એક ચોંકાવનારી હિંસક ઘટના સુરત શહેરના વેડરોડ (Ved Road) વિસ્તારમાં બની છે. અહીં પિયુષ ડાભી (Piyush Dabhi) નામના બુટલેગર (Bootlegar) પર ત્રણ અજાણ્યા બુકાનીધારીઓએ ચપ્પુથી (Knifes ) જીવલેણ હુમલો (Attack) કર્યો હોવાનો બનાવ બન્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) સામે આવ્યા છે. ચોકબજાર પોલીસે ફરિયાદ (Police Complaint) નોંધી તપાસ હાથ ધરી છે.

  • વેડરોડની વિજય નગર સોસાયટીના બુટલેગર પિયુષ ડાભી પર હુમલો
  • ત્રણ અજાણ્યા બુકાનીધારીઓ પાછળથી હુમલો કરી ફરાર
  • પિયુષ ડાભીના ઘૂંટણ, થાપા અને કમરના ભાગે ઘા માર્યા
  • સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ
  • ધંધાકીય અદાવતમાં હુમલો થયો હોવાની આશંકા
  • ચોકબજાર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

પ્રાપ્ત માહિતી અનુસાર વેડરોડની વિજય નગર સોસાયટીમાં બુટલેગર પિયુષ ડાભી એક ગલી પાસે ભીંત તરફ મોંઢું કરીને ઉભા રહી મોબાઈલમાં કશું જોઈ રહ્યો હતો ત્યારે ત્રણ અજાણ્યા બુકાનીધારી હુમલાખોરો પાછળથી આવ્યા હતા. તે પૈકી એક હુમલાખોરે ચપ્પુથી પિયુષ ડાભી પર પાછળથી જ હુમલો કરી દીધો હતો. હુમલાખોરે પિયુષ ડાભીના ઘૂંટણ, થાપા અને કમરના ભાગે ચપ્પુ માર્યું હતું. ઉપરાછાપરી ત્રણ ઘા કર્યા હતા. પાછળથી હુમલો થયો હોય પિયુષ ડાભી પોતાના બચાવમાં કશું કરી શક્યો નહોતો, પરંતુ ત્રણેય હુમલાખોરો ત્રણ ઘા માર્યા બાદ ગલીમાંથી ભાગી છૂટ્યા હતા.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ચોકબજાર પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે પિયુષ ડાભી વેડરોડના વિજય નગર સોસાયટીમાં બુટલેગર છે અને ધંધાકીય અદાવતમાં હુમલો થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top