Vadodara

રેલ્વે સ્ટેશન પર મુસાફરોનો RTPCR ટેસ્ટ શરૂ કરવા માંગ

વડોદરા : સમગ્ર દેશમાં કોરોનાં નો આતંક વધવા માંડ્યો છે.ત્યારે સરકારે વિવિધ રાજ્યો તેમજ ખાસ કરીને મહારાષ્ટ્રમાંથી આવતા મુસાફરો માટે આર.ટી.પીસી આર ટેસ્ટ કરવો ફરજીયાત કરવામાં આવ્યો છે.જેને અનુલક્ષીને વેસ્ટર્ન રેલવે વડોદરા ડિવિઝન દ્વારા સ્ટેટ ઓથોરિટી તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખી રેલ્વે સ્ટેશન પર આરટીપીસીઆર ટેસ્ટ કરવા માંગ કરી છે.

વડોદરામાં કોરોના નું સંક્રમણ દિવસેને દિવસે વધતું રહ્યું છે આ ઉપરાંત અન્ય રાજ્યના તથા અન્ય શહેરના લોકો પણ ટ્રેન મારફતે વડોદરા શહેરમાં આવે છે જેને કારણે વધુ સંખ્યામાં ફેલાવાનો ભય પણ રહેલો છે 1 એપ્રિલથી સમગ્ર દેશમાં ટ્રેન મારફતે મુસાફરી કરવા માટે આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરાવો ફરજિયાત છે ત્યારે વડોદરા રેલવે સ્ટેશન પર પણ મેડિકલ અંગેની વ્યવસ્થા જલદી થી જલદી ગોઠવવામાં આવે તે માટે રેલવે અધિકારી ખેમરાજ મીનાએ વડોદરા મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર ને પત્ર લખી રજૂઆત કરી હતી જેથી કોરોનાનુ વધતુ જતુ સંક્રમણ રોકી સકાય સાથે સાથે ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને પણ સાવચેતીના પગલાં લેવા માટે અપીલ કરી હતી.

વેસ્ટર્ન રેલ્વે વડોદરા ડિવિઝનના જનસંપર્ક અધિકારી ખેમરાજ મીનાએ માહિતી આપતા જણાવ્યું હતું કે કોરોનાંની પરિસ્થિતિને ખાસ ધ્યાને લઈ રેલ્વે સ્ટેશન ઉપર આવતા જતા તમામ મુસાફરો અને મુલાકાતીઓનું સ્ક્રિનિગ ટેસ્ટ તેમજ થર્મલ ગન થી ટેમ્પરેચર તપાસવામાં આવી રહ્યું છે.સાથે સાથે કોવિડ ગાઈડલાઈનનું પણ ચુસ્તપણે પાલન કરાઈ રહ્યું છે.

જ્યારે 1 લી એપ્રિલથી સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.જેમાં અન્ય રાજ્યો સહિત ખાસ કરીને મહારાષ્ટ્રથી આવતા મુસાફરો માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. આ મામલે વેસ્ટર્ન રેલ્વે વડોદરા દ્વારા સ્ટેટ ઓથોરિટી તેમજ વડોદરા મ્યુ.કોર્પોરેશનને પત્ર લખી રેલ્વે સ્ટેશન ખાતે રાજ્ય બહારથી આવતા યાત્રીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરાવા માટે રજુઆત કરી છે.

આરોગ્ય વિભાગ સાથે રેલવે ઓથોરિટી અધિકારીઓની ટીમ સાથે મિટિંગ બાદ યોગ્ય નિર્ણય લઈ વહેલીતકે રેલ્વે સ્ટેશન પર આરટીપીસીઆર ટેસ્ટ શરૂ કરવામાં આવશે તેમ વેસ્ટર્ન રેલવે વડોદરા ડિવિઝનના જન સંપર્ક અધિકારી ખેમરાજ મીના એ જણાવ્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top