Feature Stories

વિશ્વના 3 એસ્ટ્રોનોટની સહીવાળું ભારતનું એકમાત્ર ટેલિસ્કોપ વડોદરાના વૈજ્ઞાનિકે જીત્યું

ફ્રાન્સની ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા 100 અવર્સ ઓફ એસ્ટ્રોનોમિની સ્પર્ધા યોજવામાં આવી હતી

ટેલિસ્કોપ ઉપર ઈટાલીના એસ્ટ્રોનોટ સામંથા ક્રિસ્ટોફોરેટી, ફ્રાન્સના એસ્ટ્રોનોટ ક્લાઉડી હૈગનેર, અમેરિકાના એસ્ટ્રોનોમર્સ ડેબ્રા એલ્મેગ્રીન અને અમેરિકાના નોબેલ પ્રાઇઝ વિજેતા આન્દ્રેયા ગેઝના હસ્તાક્ષર

ફ્રાન્સની સમગ્ર વિશ્વની 10 હજારથી વધુ વૈજ્ઞાનિકોની બનેલી સંસ્થા ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા 100 અવર્સ ઓફ એસ્ટ્રોનોમિની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશની 10 વેધશાળાઓમાં ભારત વર્ષની એકમાત્ર વડોદરાની વેધશાળાનો પણ સમાવેશ થયો છે. જેને ત્રણ એસ્ટ્રોનોટ અને એક નોબલ પુરસ્કાર વિજેતાની સહી કરેલ ટેલિસ્કોપની ભેટ મળી છે. ગત વર્ષે ઓક્ટોમ્બર માસમાં ફ્રાન્સની ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા 100 અવર્સ ઓફ એસ્ટ્રોનોમિની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિશ્વના 60 દેશોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. અવકાશ ક્ષેત્રે સંશોધન કરતી હોય તેવી ભારત, ચીન, પોર્ટુગલ મેક્સિકો, નાઇઝીરિયા, સુદાન, સીરિયા ઈરાક, અલ્ગેરિયા અને લીબિયા સહિત 10 દેશોની વેધશાળાઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાંથી એક માત્ર ભારતની ગુરુદેવ વેધશાળાનો પણ સમાવેશ થયો છે. જેને અવકાશ ક્ષેત્રમાં રિસર્ચ કરવા માટે ત્રણ એસ્ટ્રોનોટસ અને એક નોબેલ પ્રાઇઝ વિજેતાની સહી કરેલ ટેલિસ્કોપની ભેટ આપવામાં આવી છે.

આ ટેલિસ્કોપ ઉપર ઈટાલીના એસ્ટ્રોનોટ સામંથા ક્રિસ્ટોફોરેટી, ફ્રાન્સના એસ્ટ્રોનોટ ક્લાઉડી હૈગનેર, અમેરિકાના એસ્ટ્રોનોમર્સ ડેબ્રા એલ્મેગ્રીન અને અમેરિકાના નોબેલ પ્રાઇઝ વિજેતા આન્દ્રેયા ગેઝના હસ્તાક્ષર કરેલ છે. જે ભારતમાં આ પ્રથમ ટેલિસ્કોપ વડોદરાની ગુરુદેવ વેધશાળાને ભેટરૂપે આપવામાં આવ્યું છે. વડોદરા શહેરના જાણીતા ખગોળ શાસ્ત્રી અને ગુરુદેવ વેધશાળાના સંચાલક દિવ્યદર્શન પુરોહિતે સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે ફ્રાન્સની સમગ્ર વિશ્વની 10 હજારથી વધુ વૈજ્ઞાનિકોની બનેલી સંસ્થા ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન જે સમગ્ર વિશ્વની એસ્ટ્રોનોમીકલ એક્ટિવિટીને કંટ્રોલ કરે છે અને તેની મુખ્ય હેડ છે. જેના દ્વારા આઉટડ્રેજ એક્ટિવીટી વિનામૂલ્યે કરી લોકોમાં એસ્ટ્રોનોમી અંગે જાગૃતિ ફેલાવી તેને બુસ્ટ અપ કરે છે. આ વખતે તેઓએ 100 અવર્સ ઓફ એસ્ટ્રોનોમી નામે એક કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં વિશ્વના 60 દેશોને આમંત્રિત કર્યા હતા. જે કાર્યક્રમમાં ભારત દેશનો પણ સમાવેશ થાય છે.

60 દેશોમાં થી માત્ર 10 દેશોની વેશાળાની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ભારત દેશ માટે ગર્વની વાત છે કે સમગ્ર ભારતના એકમાત્ર ગુરુદેવ વેધશાળા જે વડોદરામાં છે. જેની પસંદગી કરવામાં આવી અને તેને ગુડિસની ભેટ આપવામાં આવી,એની સાથે મુખ્ય ભેટ ત્રણ ઇંચનું જે ન્યુટન ઉપયોગ કરતા હતા. તેવું રીફલેક્ટર ટેલિસ્કોપ જે પ્રેશરનું બનાવેલું છે. તેની પણ ભેટ આપવામાં આવી છે. સાથે આઈ કેમેરા, સોલાર ફિલ્ટર પણ આપવામાં આવ્યું છે.આ ટેલિસ્કોપથી પણ સૌથી મહત્વની બાબત એ છે કે ટેલિસ્કોપની ઉપર ત્રણ એસ્ટ્રોનોટ્સ અને એક નોબલ પુરસ્કાર વિજેતાની સહી છે. જે સમગ્ર ભારત વર્ષમાં ક્યાંય પણ જોવા નહીં મળે કે એક સાથે ટેલિસ્કોપ ઉપર ત્રણ સહી હોય. બીજી વાત એ છે કે ભારતની વેધ શાળાની પસંદગી થઈ છે, તો સુદાન, અમેરિકા, મેક્સિકો, ચીન વગેરે સાથે ભારતની વેધ શાળાને માન્યતા આપવામાં આવી એ ખૂબ મોટી ઉપલબ્ધિ છે. આ ટેલિસ્કોપના માધ્યમથી સમગ્ર વિશ્વના લોકો સુધી લાઈવ ટેલીકાસ્ટ પણ કરીશું. આશા છે કે આગામી સમયમાં વધુ સારી બાબતો ગુરુદેવ વેધશાળા દ્વારા લોકોમાં અને ખાસ કરીને યુવા પેઢીને વૈજ્ઞાનિક માન્યતા સાથે ઓતપ્રોત કરવા માટે કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top